15000 ધંધાર્થીઓને વ્યવસાય વેરાની નોટિસ

  • 15000 ધંધાર્થીઓને વ્યવસાય વેરાની નોટિસ

રાજકોટ તા.7
રાજકોટ શહેરમાં નાનો મોટો વ્યવસાય કરતા તમામ વેપારીઓ તેમજ દુકાનદારો અને કારખાનેદારોને મહાનગરપાલીકાનો વ્યવસાય વેરો ભરવો ફરજીયાત છે. છતા શહેરના અસંખ્ય ધંધાર્થીઓએ આજ સુધી વ્યવસાય વેરો ન ભરતા લક્ષાંક પૂર્ણ કરવા માટે મહાનગરપાલીકાએ ઝુંબેશ હાથ ધરી એકસાથે 1પ હજાર ધંધાર્થીઓને નોટીસ ફટકારતા ચકચાર મચી ગઇ છે. મહાપાલીકા દરેક ધંધાર્થીઓ પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવે છે. બે વર્ષ પહેલા શહેરના અનેક ધંધાર્થીઓને વ્યવસાય વેરો ભરવાનો હોય છે. તે પ્રકારની ખબર પણ ન હતી. મનપાએ ગત વર્ષે 8 કરોડનો લક્ષાંક રાખેલ ત્યારબાદ ચાલુ વર્ષે લક્ષાંકમાં વધારો કરી 1પ કરોડ કરવામાં આવ્યો છે. વ્યવસાય વેરો ન ભરનાર ધંધાર્થીઓનો સર્વે હાથ ધર્યા બાદ 1પ હજારથી વધુ વેપારીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને તમામ ધંધાર્થીઓને નોટીસ ફટકારી સમય-મર્યાદામાં વ્યવસાય વેરો ભરી જવાની સુચના આપવામાં આવી છે. વ્યવસાય વેરા વિભાગના જણાવ્યા મુજબ વર્ષ ર017-18 માં 1ર.પ1 કરોડ તેમજ વર્ષ ર018-19 માં આજ સુધીમાં રૂા.13.6પ કરોડની વસુલાત હાથ ધરાય છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં 1.14 કરોડનો આવકમાં વધારો નોંધાયો છે. એપ્રિલ માસથી આજ સુધીમાં શહેરના વધુ ર000 નવા ધંધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવતા આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. હાલ વ્યવસાય વેરા વિભાગમાં ફક્ત 3 કર્મચારીનો સ્ટાફ હોવાના કારણે સર્વે તેમજ રીકવરીની કામગીરી થઇ શકતી ન હોવાથી અનેક ધંધાર્થીઓએ તેનો લાભ લઇ વેરો ભરવાનું ટાળ્યું છે. નિયમ મુજબ નાના ધંધાર્થીને રૂા.ર000 થી લઇને મોટા ધંધાર્થીને રૂા.ર0,000 સુધી વ્યવસાય વેરો ભરવાનો થતો હોય છે. ર006 થી મનપા દ્વારા વ્યવસાય વેરાનો નિયમ લાગુ કરાયો છે. જેને આજે 1ર વર્ષ થયા હોવા છતા શહેરના 70 ટકા ધંધાર્થીઓએ વ્યવસાય વેરો ન ભરતા મહાનગરપાલીકાએ રીકવરી ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય લીધો છે.