રોકડ-દસ્તાવેજો સાથેનું પાકીટ માલિકને પરત કરતા પોલીસકર્મી

  • રોકડ-દસ્તાવેજો સાથેનું પાકીટ માલિકને પરત કરતા પોલીસકર્મી

 કિંમતી દસ્તાવેજો પાછા મળવાથી મૂળ માલિકે શામજીભાઇ અને ટ્રાફિક શાખાનો આભાર વ્યક્ત કર્યો
જામનગર તા.7
જામનગરમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા શામજીભાઇએ ટ્રાફિકનાં પાઠની સાથે સાથે પ્રામાણિકતાનો પણ પાઠ સમાજને ભણાવ્યો છે.
શામજીભાઇ મોરી રસ્તા પરથી પસાર થતાં હતા ત્યારે રસ્તા પર બીનવારસુ હાલતમાં પાકીટ મળ્યું હતું. પાકિટમાં તપાસ કરતાં અંદરથી 1300 રૂપિયા રોકડા અને કેટલાક કિંમતી દસ્તાવેજો મળ્યા હતા. શામજીભાઇએ પાકિટનાં મૂળ માલિકને શોધી તેને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.
ટ્રાફિક શાખાના એ.એસ.આઇ. શામજી મંગળદાસ ગોરીની ગુરૂદ્વારા પોલન્ટ ઉપર ફરજ હતી તે દરમ્યાન સવારના કલાક: 12/00 વાગ્યાના સમયે રોડ ઉપર એક વોલેટ (પાકિટ) જોવામાં આવેલ તેમાં જોતા રોકડા રૂપિયા 1300/- તેમજ આઇડી પ્રુફ્રમાં તેમના પતિ-પત્નીના બે પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, એટીએમ કાર્ડ, આર.સી.બુક સાથેનું મળેલ તેમાં બીજા કાગળોમાં હતા તેમા એક મોબાઇલ નંબર લખેલ હતા તે આધારે મુળ માલિકને શોધી કાઢી આ વોલેટ (પાકિટ)ના માલિક નીરવ નવીનચંદ્ર નિમાવત રહે. રાજ પાર્ક, રોયલ પાર્ક શેરી નંબર-1 જામનગર મો.8000018434 આ તેઓના માતા-િ5તાના ઘરનું એડ્રેસ છે. તેઓ વડોદરા ખાતે યુબ્રોડબેન્ડ કં5ની માં સર્વિસ કરે છે. તેઓ વતન જામનગર આવેલા અને પટેલ કોલોનીથી તળાવનીપાળ જતા તેમનું વોલેટ ખિસ્સામાંથી નીકળી ગયેલ અને ટ્રાફિક શાખા એ.એસ.આઇ. શામજી મંગળદાસ ગોરીને મળેલ જે શોધી વોલેટ પરત આપી તેઓએ તેમની ફરજની સાથે સાથે એક પ્રમાણીકતાનું ઉદાહરણ પુરૂ પાડેલ છે. કિંમતી દસ્તાવેજો સાથેનું પાકીટ પરત મળતા માલિક નિરવભાઇએ એએસઆઇ શામજીભાઇ તથા સમગ્ર ટ્રાફિક શાખાને અભિનંદન આપી આચાર વ્યક્ત કર્યો હતો.