અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે 98મો જન્મદિવસ । ‘બાપા’ને વંદન...December 07, 2018

‘બાપા’ને વંદન... 400 નિ:શુલ્ક ઓપરેશન કરવાનો તબીબોનો સંકલ્પ ઈં આજે થશે રજિસ્ટ્રેશન રાજકોટ તા.7
રાજકોટનાં આંગણે આજે રૂડો અવસર છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો અંગ્રેજી તારીખ પ્રમાણે 98 મો જન્મદિવસ છે ત્યારે આજે સ્વામીનારાયણનગરમાં લાખો લોકો ઉમટી પડશે અને બાપાને કોટી કોટી વંદન કરશે.
98મો જન્મજયંતી મહોત્સવ રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણનગરમાં ઉજવાઇ રહ્યો છે ત્યારે આજે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે પ્રમુખ સ્વામીનો બર્થ-ડે ઉજવાશે તે નિમિતે રાજકોટમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા વિવિધ પ્રકારના રોગોના નિવારણ અર્થે આર્થિક રીતે જરૂરીયાતમંદ દર્દીઓ માટે નિ:શુલ્ક ઓપરેશનનું યજ્ઞનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જેની પૂર્તિ આવનારા 1પ થી 30 દિવસમાં પૂર્ણ થશે.
બીએપીએસના વડા પૂજ્ય મહંત સ્વામીએ જણાવ્યું હતું કે મીડીયાના કવરેજની પ્રશંસા કરી હતી. મીડીયાના કારણે સમાચારો જનજન સુધી પહોચે છે. વધુમાં જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામીને કોઇ સાથે વેરભાવ નહોતો. નાતજાતનો ભેદ નહોતો. તેઓએ દુનિયામાં ઘણા સત્કર્મો
કર્યા છે.
તેઓ માત્ર બોલ્યા જ નથી પણ ઘણું કરી દેખાડયું છે. જન્મોત્સવના સમાચારોરૂપી સેવા એ મીડિયાએ પ્રમુખ સ્વામીને આપેલી અંજલી છે ત્યારે બાપાના જન્મદિવસે તેઓને કોટી કોટી વંદન.