જિલ્લા-તાલુકા પંચાયતો પાસેથી બિનખેતીની સત્તા છીનવાઈDecember 07, 2018

 તમામ સત્તાઓ કલેકટરને ફાળવી દેવાઈ, આજથી જ અમલ, મહેસુલ મંત્રીની જાહેરાત
રાજકોટ તા.7
રાજકોટ સહિત રાજ્યભરમાં તાલુકા - જિલ્લા પંચાયતો પાસે રહેલી બિનખેતી પ્રક્રિયાની મંજુરીના પાવર્સ તાલુકા - જિલ્લા પંચાયતોમાં પદાધિકારીઓ પાસેથી આંચકી લેવાનો એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કરતા ચકચાર જાગી છે. રાજકોટ સહિત રાજ્યભરમાં મતા ભાગના તાલુકા જિલ્લા પંચાયતોમાં હાલ કોંગ્રેસનું શાસન છે. તાલુકા - જિલ્લા પંચાયતોમાં હાલ કોંગ્રેસનું શાસન છે. તાલુકા-જિલ્લા પંચાયતોને બિનખેતીની કામગીરી જ અતિ મહત્વની અને મલાઈદાર હતી. હવે આ સત્તા તાલુકા - જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ પાસેથી આંચકી લેવાતા પદાધિકારીઓ દ્વારા ધુપ અને શોભાના ગાંઠિયા જેવા બની જશે.
ગુજરાત રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય કર્યો છે. તાલુકા - જિલ્લા પંચાયતોમાં ગાબડાઓની ખેતિની જમીનને બિનખેતિ કરવાની સતા હતી. આ કામગીરી પંચાયતીરાજ અમલમાં આવ્યુ ત્યારથી તાલુકા જિલ્લા પંચાયતોમાં કરવામાં આવતી હતી. રાજ્ય સરકારના મહેસુલ મંત્રી કૌશિક પટેલે આજે કરેલી એક મહત્વની જાહેરાતમાં રાજકોટ સહિત રાજ્યભરમાં ગામડામાં ખેતિની જમીનને બિન ખેતીમાં તબદિલ કરવાની સતા હવેથી તાલુકા - જિલ્લા પંચાયતના પદાધિકારીઓ પાસેથી આંચકી લઈ જે - તે જિલ્લા કલેકટરોને સોંપી દેતો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય સરકારે નગરપાલિકા તેમજ અર્બન ડેવ.ઓથોરિટી હેઠળના વિસ્તારમાં બિનખેતીની કામગીરી જિલ્લા કલેકટરો પાસે હતી જ તેમાં હવે પંચાયતોના પદાધિકારીઓની પાંખો કાપી ગામડાઓની બિનખેતી કરવાની સતા પણ હવે જિલ્લા કલેકટરને આપી દેતો હુકમ કર્યો છે. રાજકોટ સહિત રાજ્યના 33 જિલ્લાઓ અને 100થી વધુ તાલુકા પંચાયતોમાં મોટા ભાગે હાલમાં સતા કોંગ્રેસ પક્ષ પાસે છે. કોંગ્રેસના પદાધિકારીઓ કારોબારી સમિતિમાં આવતી બિનખેતીની ફાઈલો મંજુર કરી મલાઈ તારવતા હતા અને આવી મલાઈના કારણે જ રાજકીય પક્ષોના સભ્યોમાં ભારે હંસા - તુંસી, ખેંચા - ખેચી તથા યાદવાસ્થળ થતી હતી.
રાજ્ય સરકારે આજે કરેલી આ મહત્વની જાહેરાતમાં હવે આંખો જિલ્લો એટલે કે નગરપાલિકા, અર્બન ડેવ. ઓથોરિટી તથા તમામ ગ્રામ્ય વિસ્તારોની ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવાના પાવર્સ - સતા જિલ્લા કલેકટરને સોંપી દીધા છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પંચાયતોમાં કોંગ્રેસનું સાશન આવ્યા બાદ સરકારે સરપંચો પાસેથી
મોટી સતાઓ આંચકી લઈ તલાટીઓને સોંપી દેતો નિર્ણય અગાઉ કરેલો જ છે. તેમાં હવે તાલુકા-જિલ્લા પંચાયતો પાસેથી હવે બિનખેતીની સતા પણ આંચકી લેવાના ભારે ચકચારી જાગી છે. ઓનલાઈન 1863 અરજીનો વિના ફરિયાદે નિકાલ
રાજ્યમાં શહેરી વિસ્તારોમાં ઓનલાઈન કરવા માટે ગત તા.12 નવેમ્બરથી નવી પધ્ધતિ અપનાવાઈ છે. તેમાં ઓગષ્ટથી ઓકટોબર માસ દરમિયાન 1863 ઓનલાઈન અરજીઓ આવી હતી અને તે તમામનો વિના ફરિયાદે નિકાલ કરવામાં આવ્યો છે. અમ, બિનખેતીની ઓનલાઈન પધ્ધતિનો અમલ સંતોષકારક રહ્યો હોવાનો મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલે દાવો કર્યો હતો.
આખરી નિર્ણય સિવાયની અરજીઓ કલેકટર હસ્તક જશે
રાજ્ય સરકારે બિનખેતીની સતા જિલ્લા-તાલુકા પંચાયતો પાસેથી
છીનવવા સાથે મહેસુલમંત્રી કૌશિક પટેલે સપષ્ટતા કરી હતી કે, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બિનખેતીની જે અરજીઓ આખરી નિર્ણય સિવાયની છે તે તમામ અરજીઓ આજથી જ જે - તે જિલ્લા કલેકટર હસ્તક લઈ લેવામાં આવશે. જ્યારે જે પન્ડીંગ અરજી આખરી નિર્ણય માટે છે તેનો નિકાલ
જે - તે જિલ્લા કે તાલુકા પંચાયતમાં થશે.