શહેરમાં પ્રૌઢ અને આધેડને સ્વાઇન ફલૂ પોઝિટિવ

  • શહેરમાં પ્રૌઢ અને આધેડને  સ્વાઇન ફલૂ પોઝિટિવ

 સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ
રાજકોટ તા.7
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ધીમા પડી ગયેલા સ્વાઈન ફ્લૂએ ફરીથી શિકાર કરવાનું શરૂ કર્યું છે શહેરના વધુ બે વ્યક્તિઓને પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલમાં ખસેડાયા છે હાલ 6 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
શહેરમાં છેલ્લા થોડા સમયથી સ્વાઈન ફ્લુનો કહેર મંદ પડી જતા લોકોએ અને આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ અચાનક જ ગઈકાલે સ્વાઈન ફ્લૂના વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફરી ફફડાટ વ્યાપી ગયો છે શહેરના કાલાવડ રોડ ઉપર મોટા મૌવામાં રહેતા 45 વર્ષીય પ્રૌઢ અને રૈયા રોડ ઉપર રહેતા 53 વર્ષીય આધેડને તાવ આવતો હોય સ્વાઈન ફ્લૂની શંકાએ રિપોર્ટ કરાવતા બંનેના રિપોર્ટ પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ કરવામાં આવી છે આ બે ઉપરાંત રાજકોટ, ધોરાજી,પોરબંદર અને બોટાદ સહીત 6હજુ દર્દીઓ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે ચાલુ વર્ષે સ્વાઈન ફ્લૂના 148 કેસો નોંધાયા હતા જે પૈકી 38 લોકોના મોત નિપજ્યા છે.