સ્ટેજ પર જ બેભાન થઈ ઢળી પડ્યા ગડકરી

  • સ્ટેજ પર જ બેભાન થઈ ઢળી પડ્યા ગડકરી

અહમદનગર: મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની તબિયત અચાનક કથળી હતી. ગડકરી સ્ટેજ પર જ બેભાન થઈ ગયાં હતાં. ગડકરી બેભાન થઈ ગયાં ત્યારે રાજ્યના ગવર્નર વિદ્યાસાગર
રાવ ત્યાં હાજર જ હતાં. ગવર્નરે જ નિતિન ગડકરીને સંભાળ્યા હતાં. કેન્દ્રીય મંત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
કેન્દ્રીય પોર્ટ અને રોડ મંત્રી નિતિન ગડકરી અહમદનગરમાં મહાત્મા ફુલે કૃષિ યૂનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. તેઓ રાષ્ટ્રગીત ગાવા ઉભા થઈ રહ્યાં હતાં તે દરમિયાન અચાનક જ બેભાન થઈ ગયાં હતાં.
આ અગાઉ પણ જાહેરમાં સ્ટેજ પર જ નિતિન ગડકરીની તબિયત કથળી ચુકી છે. એક રેલી દરમિયાન તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. નિતિન ગડકરી કેન્દ્ર સરકારમાં સડક પરિવહન મંત્રી છે. આ ઉપરાંત તેમના માથે ગંગા સફાઈની પણ વધારાની જવાબદારી છે.
ઉલ્લેખનીય છે કે, નિતિન ગડકરીએ થોડા સમય પહેલા વજન ઘટાડવા માટે ઓપરેશન પણ કરાવ્યું હતું. નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચુક્યાં છે. હાલ તેઓ નાગપુરથી સાંસદ છે.