તો ભારત અને પાક. વચ્ચે 37 અબજ ડોલરનો વ્યાપાર થઇ શકેDecember 07, 2018

 વિશ્ર્વ બેન્કના રિપોર્ટમાં થયો ખુલાસો
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાલમાં બે અબજ ડોલરનો વ્યાપાર થાય છે, પરંતુ વિશ્વ બેંકનું માનીએ તો બંને દેશોમાં 37 અબજ ડોલરના વ્યાપારની સંભાવના છે. વિશ્વ બેંક દ્વારા બુધવારે જાહેર કરાયેલી રિપોર્ટ ગ્લાસ હાફ ફૂલ પ્રોમિસ ઑફ રીઝનલ ટ્રેડ ઇન સાઉથ એશિયામાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કુત્રિમ સમસ્યાઓ દૂર થવાથી બંને પાડોશી દેશો વચ્ચે વ્યાપાર વધીને 37 અબજ ડોલર સુધી થઇ શકે છે. ડોન ઑનલાઇનની રિપોર્ટ મુજબ, વિશ્વ બેંકનું અનુમાન છે કે દક્ષિણ એશિયાની સાથે પાકિસ્તાનનો વ્યાપાર જે વર્તમાનમાં 5.1 અબજ ડોલર છે, તે વધીને 39.7 અબજ ડોલર સુધી થઇ શકે છે. ક્ષેત્રમાં વ્યાપારની અપેક્ષિત સંભાવનાઓનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વિશ્વ બેંકે દરની અંદર અવાંચ્છિત સમસ્યાઓને દૂર કરવાનું સૂચન આપ્યું છે. બેંક મુજબ, દક્ષિણ એશિયામાં લોકોની વચ્ચે એકબીજાની સાથે સંપર્ક વધારીને રોડ અને વાયુમાર્ગમાં સંપર્ક સુધારવા અને વ્યાપારને ઉદાર બનાવવાની જરૂર છે. રિપોર્ટના લેખક અને અગ્રણી અર્થશાસ્ત્રી સંજય કથુરિયાએ અહીં વિશ્વ બેંકના કાર્યાલયમાં મીડિયા સાથેની વાતચીત દરમ્યાન કહ્યું કે વિશ્વાસથી વ્યાપારને પ્રોત્સાહન મળે છે અને વ્યાપારથી ભરોસો, એકબીજા પર નિર્ભરતા અને શાંતિને વેગ મળે છે. દક્ષિણ એશિયા, ખાસકરીને ભારતની સાથે પાકિસ્તાનનો વાયુમાર્ગથી સંપર્ક ખૂબ ઓછો છે. ભારત અને અફઘાનિસ્તાન માટે પાકિસ્તાનથી અઠવાડિયામાં ફક્ત 6 ઉડાન છે, શ્રીલંકા અને બાંગ્લાદેશ માટે 10-10 અને નેપાળ માટે એક ઉડાન છે, જ્યારે માલદીવ અને ભૂટાન માટે કોઈ ઉડાન નથી. તો ભારતથી શ્રીલંકા માટે અઠવાડિયામાં 147, બાંગ્લાદેશ માટે 67, માલદીવ માટે 32, નેપાળ માટે 71, અફઘાનિસ્તાન માટે 22 અને ભૂટાન માટે 23 ઉડાન છે. પાકિસ્તાન માટે વિશ્વ બેંકના ક્ધટ્રી ડાયરેક્ટર ઇલાનગો પેટચામુથુએ કહ્યું કે દેશમાં વ્યાપારની ઘણી સંભાવના છે, જેનો ઉપયોગ થઇ રહ્યો નથી.