31 ડિસેમ્બર સુધીમાં GST રિટર્ન ભરવું જ અશક્યDecember 07, 2018

 31 માર્ચ સુધી
મુદ્દત લંબાવવા ઈઅઈંઝની માંગ
મુંબઈ તા.7
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા (સીએઆઈટી) ગુરૂ વારે જણાવ્યું હતું કે તેણે નાણાં પ્રધાન અરૂણ જેટલીને ગૂડઝ એન્ડ સર્વિસ ટેક્સનું (જીએસટી) વાર્ષિક રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2018 થી લંબાવીને 31 માર્ચ, 2019 કરવા વિનંતી કરી છે.
નાણાં મંત્રીને લખેલા પત્રમાં સીએઆઈટીએ જણાવ્યું છે કે જીએસટીનું વાર્ષિક રિટર્ન ભરવાનું ફોર્મટ જીએસટીની વેબસાઈટ સહિત કોઈ સ્થળે ઉપલબ્ધ નથી. ખરેખરમાં તો તે વિકલ્પ જ ઉપલબ્ધ નથી. તેમાં જણાવ્યું છે કે આ સ્થિતિને ધ્યાનમાં લેતા વેપારીઓ માટે અગાઉ જાહેર 18 માટે જીએસટીનું વાર્ષિક રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2019 સુધી લંબાવવાની વિનંતિ કરી છે. કેઈટે આ ફોર્મેટ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવાની પણ માંગ મૂકી હતી. તેણે નોંધ્યું હતું કે હજી પણ મોટી સંખ્યામાં વેપારીઓને આ કોન્સેપ્ટ સમાજમાં આવ્યો નથી અને મોટાભાગના વેપારીઓને એ પણ ખબર નથી કે તેમણે જીએસટીનું વાર્ષિક રિટર્ન પણ ભરવાનું છે. વધુમાં, તેમને એ પણ ખબર નથી કે તેમણે જે-તે વર્ષ માટે ડિપાર્ટમેન્ટને જે રિટર્ન ફાઈલ કરાવ્યું છે તેમને સુધારવા માટે આ વાર્ષિક રિટર્ન એ છેલ્લી તક છે. આનાથી ઈનપુટ ટેક્સ ક્રેડિટ આપવાના ઈન્કારને ટાળી શકાય છે.