આધાર ‘વૈકલ્પીક’ બની શકે છેDecember 07, 2018

 કેન્દ્ર સરકારના નવા સંશોધન પ્રમાણે કોઇ નાગરિક ઇચ્છે
તો પોતાનું આધાર કાર્ડ
કેન્સલ પણ કરાવી શકે
નવીદિલ્હી તા.7
આધારને લઇને દેશમાં ઘણાં લાંબા સમયથી સતત ચર્ચા થઇ રહી છે. હાલમાં જ સુપ્રિમ કોર્ટનો પણ આ અંગે નિર્ણય આવ્યો છે. નિર્ણય અનુસાર જોઇએ તો આધાર દરેક પ્રકારની સેવાઓને માટે ફરજિયાત છે અને કેટલીક શરતો સાથે આને માન્ય પણ ગણાવ્યું. આને સિક્યોર પણ ગણાવવામાં આવ્યું. પરંતુ હવે એક એવાં સમાચાર સામે આવ્યાં છે કે જે આધારકાર્ડને લઇને એક નવો જ વળાંક લાવી શકે છે. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, જોઇએ તો કેન્દ્ર સરકાર આધાર એક્ટને સંસોધનનાં અંતિમ ચરણમાં છે. આ પ્રપોઝલનાં અનુસાર, જો કોઇ સિટિઝન ઇચ્છે તો પોતાનું આધાર કાર્ડ હવે કેન્સલ પણ કરાવી શકે છે. તેમાં આધાર નંબર, બાયોમેટ્રિક્સ અને ડેટા પણ શામેલ છે.
રિપોર્ટ અનુસાર જોઇએ તો આધાર રજૂ કરનારી સંસ્થા ઞઈંઉઅઈંએ આધાર એક્ટમાં "ઓપ્ટ આઉટ ક્લોઝ જોડવાનો પ્રસ્તાવ રખાયો છે. આ અંતર્ગત લોકો આધારનાં સર્વરથી પોતાની બાયોમેટ્રિક ડીટેલ્સ હટાવી શકે છે. ન્યૂઝ રિપોર્ટનાં એક અધિકારીનાં હવાલા દ્વારા જણાવવામાં આવ્યું કે, યૂનીક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડીયાએ આ સંશોધનની તૈયારી કરી લીધી છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, આ પ્રસ્તાવ કાયદાકીય મંત્રાલય પાસે પુનરીક્ષણ માટે મોકલવામાં આવેલ છે. ન્યૂઝમાં છપાયેલા એક નિવેદન અનુસાર એક અધિકારીએ કહ્યું કે,’મંત્રાલયે સૂચન કર્યું કે આધાર પરત લેવાની એટલે કે કેન્સલ કરાવવાનું ઓપરેશન દરેકને મળવું જોઇએ અને માત્ર કેટલાંક લોકો માટે તે લિમિટેડ ના હોવું જોઇએ.’
સપ્ટેમ્બરમાં સુપ્રિમ કોર્ટે અનિવાર્યતાને લઇને પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટે કેટલીક શરતો સાથે આધારેને માન્ય ગણાવ્યું છે. આ સાથે જ તેઓએ આધારને અલગ-અલગ સેવાઓને લિંક કરવા માટે અનેક ચુકાદાઓ પણ આપ્યાં. આમાં મોબાઇલ નંબર અને બેંક ખાતા નંબર પણ લિંક કરવા સિવાય પૈન કાર્ડ અને સ્કૂલમાં આધારની અનિવાર્યતાને લઇને પણ ટિપ્પણી કરી અને ચુકાદો સંભળાવ્યો.