BJPમાંથી રાજીનામું આપી સાંસદ સાવિત્રી દેવીના પ્રહારોDecember 07, 2018

 ભાજપ સમાજમા ભાગલા પડાવવાનું કાવતરૂ રચી રહી છે જીવું ત્યાં સુધી સાંસદ તો રહીશ જ પણ ભાજપમાં નહીં રહું
બહરાઈચ: પોતાના નિવેદનોના કારણે પોતાની પાર્ટીની સામે મોટા પડકારો ઉભી કરનાર ચર્ચિત સાંસદ સાવિત્રી બાઇ ફૂલેએ બીજેપીમાંથી રાજીનામું આપી દીધું છે. યૂપીના બહરાઇચથી સાંસદ ફૂલેએ રાજીનામું આપ્યાની સાથે બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા. સાંસદે આરોપ લગાવ્યો છે કે, બીજેપી સમાજમાં ભાગલા પાડવાનું કાવતરું રચી રહી છે. તે દરમિયાન ફૂલેએ કોઇ જાતની શરમ રાખ્યા વગર કહી દીધું કે, હું જ્યા સુધી જીવિત છું, ત્યાં સુધી બીજેપીમાં પાછી ફરીશ નહીં. સાથે તેમને એવી સ્પષ્ટતા પણ કરી કે, તે પોતાના કાર્યકાળ સુધી તે સાંસદ રહેશે. લખનઉમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાતની સાથે ફૂલેએ બીજેપી અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા હતા. ફૂલેએ કહ્યું કે, બીજેપી દલિતોના વિરોધમાં છે. બાબા સાહેબની પ્રતિમા આખા દેશમાં ઘણી જગ્યાએ તોડવામાં આવી, પરંતુ તોડવાવાળા વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવાર બીજેપીના મોટા નેતા સંવિધાન બદલવાની વાત કરે છે પરંતુ આજ સુધી પ્રાઇવેટ સેક્ટરમાં એસસી-એસટી માટે આરક્ષણ લાગૂ કરવાનો વાયદો નિભાવ્યો નહોતો. કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કરતા સાંસદે કહ્યું કે, કાળુંનાણું વિદેશમાંથી પાછું લાવવાના વાયદો પણ પુરો કર્યો નથી. મંદિર-મસ્જિદનો ભય દેખાડી અંદરો અંદર ભાઇચારાને ખતમ કરવાના કાવતરા કરી
રહી છે. ફૂલેએ આરોપ લગાવ્યો કે દલિત સાંસદ હોવાના કારણે તેમની ક્યારેય વાત સાંભળવામાં આવી નથી અને હંમેશાં ઉપેક્ષા કરવામાં આવી છે.
ફૂલેના ભયંકર નિવેદનો
ગત દિવસોમાં રામ મંદિરના મુદ્દા પર ફૂલેએ બીજેપી પર જોરદાર આકરા પ્રહારો કર્યા હતા. તે દરમિયાન સાંસદે રામ મંદિરને મંદિર ન ગણાવીને દેશના ત્રણ મુખ્ય બ્રાહ્મણોની કમાણીનો ધંધો ગણાવ્યો હતો. અગાઉ તેમણે ભગવાન રામને શક્તિહીન ગણાવતા કહ્યું કે, જો તેમનામાં શક્તિ હોત તો અયોધ્યામાં રામ મંદિર બની જાત. એક અન્ય નિવેદનમાં સાંસદે કહ્યું હતું કે, ભગવાન હનુમાન મનુવાદી લોકોના ગુલામ હતા. ફૂલેએ ભગવાન રામને મનુવાદી ગણાવ્યા અને કહ્યું હતું કે, જો હનુમાન દલિત નહોતા તો તેમણે ઇન્સાન કેમ ન બનાવવામાં આવ્યા. તેમણે વાંદરા કેમ બનાવવામાં આવ્યા, તેમનું મોઢું કેમ કાળું કરવામાં આવ્યું?