વેલકમ ઈલેકશન! ફેબ્રુઆરીમાં ‘પગાર-દિવાળી’December 07, 2018

ગાંધીનગર તા.7
રાજ્યના સરકારી કર્મચારીઓને ઝડપથી સાતમા પગાર પંચનો લાભ આપવા સરકારે નિર્ણય લઈ લીધો છે. સરકારના વર્તમાન કર્મચારીઓ, નિવૃત કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી કર્મચારીઓને પણ સાતમા પગાર પંચના લાભ મળશે. આથી તેમના પગારમાં 17 ટકા જેટલો ધરખમ વધારો કરવામાં આવે છે. આ કર્મચારીઓ માટે આનંદના સમાચાર એ છે કે આ વધારો વર્ષ 2016થી એટલે કે 1લી જાન્યુઆરી 2016થી આપવામાં આવશે. આ પગાર વધારા પેટે એરિયર્સ ફેબ્રુઆરી 2019માં આપવામાં આવશે. સરકારના આ નિર્ણય છે કે 25 લાખ જેટલાં કર્મચારીઓને લાભ મળશે. જો કે આ અહેવાલ હાલમાં સરકાર પાસે મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યો છે. મંત્રીમંડળની મંજૂરી બાદ તેનો અમલ કરાશે.
સરકારની મંજૂરી મળે જશે ખાસ વાંધો નહિં આવે તેનું વિશિષ્ટ કારણ એ છે કે સરકારની તિજોરી પર વધું બોજો ન પડે અને કર્મચારીઓનું હિત જળવાય તે બાબતને ધ્યાને લેવાઈ છે. જેને પરિણામે સરકારના વિકાસના કામોને પણ ઝાઝી અસર નહિં થાય તેમ
રજૂ કરાયેલા અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારી કર્મચારીઓને 1લી જાન્યુઆરી, 2016થી સાતમું વેતન પંચ લાગુ થયું છે. એ જ તારીખથી રાજ્યના સરકારી-અર્ધસરકારી અને રિટાયર્ડ કર્મચારીઓને પંચની ભલામણ લાગુ કરવામાં આવે, એવી માગણી રાજ્ય સરકારી અધિકારી અને કર્મચારી સંગઠને કરી હતી. તે અનુસાર રાજ્ય સરકારે સાતમા વેતન પંચનો રાજ્ય પર કેટલો બોજો પડશે તેનો અભ્યાસ કરવા માટે ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી કે. પી. બક્ષીની અધ્યક્ષતા હેઠળ વેતન સુધારા અભ્યાસ સમિતિની સ્થાપના કરી હતી. સમિતિ સમક્ષ વિવિધ કર્મચારી સંગઠનોએ પોતાની માંગણી રજૂ કરી હતી. બક્ષી સમિતિએ પોતાનો અહેવાલ તૈયાર કરી દઈ સરકારને સુપરત કરી દીધો છે.   સરકારી તિજોરી ઊપર 16 હજાર કરોડનો બોજ
આ અહેવાલમાં કર્મચારીઓની વેતનશ્રેણી, ભથ્થાં બાબતે સવિસ્તાર માહિતી આપવામાં આવી છે. અહેવાલના બીજા તબક્કામાં પ્રશાસકીય સુધારા તેમ જ કર્મચારીઓની અમુક વેતનશ્રેણીમાં થયેલા વિવાદ બાબતે ત્રણ મહિનામાં સમિતિ પોતાનો અહેવાલ રજૂ કરશે. જાન્યુઆરી મહિનાના ફેબ્રુઆરી મહિનામાં જમા થનારા વેતનમાં આ વધારો આપવામાં આવશે, એવી માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. આ અહેવાલ પર અમલવારી કરાતાં સરકારની તિજોરી પર ખર્ચમાં 14થી 15 ટકાનો વધારો થઈને કુલ બોજો 16 હજાર કરોડ જેટલો થશે. જ્યારે હાલમાં 90થી 92 કરોડ જેટલો ખર્ચ આવે છે.