કર્ણાટકમાં JDS-કોંગ્રેસનું ગઠબંધન જલદીથી તૂટવાનું: પ્રકાશ જાવડેકરDecember 07, 2018

અમારી સરકાર પહાડની જેમ મજબૂત, ભાજપ માત્ર બૂમો પાડવાનું જાણે છે: કુમાર સ્વામી
નવી દિલ્હી તા.7
કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે ભવિષ્યવાણી કરી છે કે કર્ણાટકમાં જલ્દી પોલિટિકલ વિસ્ફોટ થનાર છે. તેની સાથે રાજ્યમાં કુમારસ્વામી સરકારને પાડવાની રણનીતિ શરૂ થઇ ગઇ છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જાવડેકરે દાવો કર્યો છે કે જેડી(એસ) અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન જલ્દીથી ટૂટવાનું છે.
જાવડેકરે કહ્યું કે, અમે કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવ્યા હતા, પરંતુ માત્ર સાત સીટો ઓછી હોવાના કારણે સરકાર બનાવવામાં અસફળ રહ્યા હતા. તેમણે કહ્યું કે, જેડી(એસ) અને કોંગ્રેસ અવસરવાદી રાજનીતિ કરે છે. એટલા માટે તે ક્યારેય પણ રાજ્યને સ્થિર સરકાર આપી શકે તેમ નથી.
કર્ણાટકના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ રાજ્ય વિધાનસભાના શિયાળું સત્રની વાત કરતા કહ્યું કે, કેબિનેટ પોતાના સહયોગિયોઓના વિચારો પોતાના માથેથી નકારી રહી છે. કેબિનેટમાં આંતરિક વિખવાદ હોવાના કારણે આ સરકાર પતન તરફ જઇ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સત્ર સુધી આ સરકાર બહુમતમાં રહે છે કે નહીં. વિધાનસભામાં વિપક્ષના લીડર અને બીજેપી નેતા કોટા શ્રીનિવાસ પુજારીએ દાવો કર્યો છે કે, કર્ણાટક સરકાર રાજ્ય કેબિનેટ મંત્રી રમેશ જર્કિહોલીને બદલી શકે છે.