‘સ્વામિનારાયણનગર’માં પ્રમુખસ્વામીનો સાક્ષાત્કારDecember 07, 2018

સ્વામિનારાયણનગરમાં પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવના બીજા દિવસે ગ્રાન્ડ શો નૃત્ય રજૂ કરાયું હતું. જેમાં પ000થી વધુ મહિલાઓએ નૃત્યનો કાર્યક્રમ માણ્યો હતો. લાઇટ અને સાઉન્ડના અદ્ભુત સમન્વયથી રજૂ કરાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત દર્શકો પણ ઝૂમી ઉઠ્યા હતાં. 80થી વધારે બાળાઓએ સતત 20 મિનિટ સુધી પ્રસ્તુતિ કરી હતી. (તસવીર : રવિ ગોંડલિયા) 20 મિનિટ સુધી 80થી વધુ બાળાઓએ નૃત્યનાટિકા રજૂ કરી સૌને કર્યા મંત્રમુગ્ધ ‘બાપા’ના જીવન કવન આધારિત નૃત્ય નાટિકા નિહાળી હરિભક્તો મંત્રમુગ્ધ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ દિવસ ઉજવાશે
મહિલા સંમેલનને માણવા માટે હજારો મહિલા ભક્તો-ભાવિકો એકત્રિત થયા હતાં. આ મહિલા સંમેલનમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આમંત્રણને સહર્ષ સ્વીકારીને મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતીઆનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તદોપરાંત ગુજરાતના પ્રથમ મહિલા અને મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતીઅંજલી બેન રૂપાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર શ્રીમતી નીલામ્બરીબેન દવે આ મહિલા સંમેલનને માણવા માટે પધાર્યા હતા.
આ અવસરે બી.એ.પી.એસ. સંસ્થાના અગ્રણી મહિલા કાર્યકરો ઉપસ્થિત મહાનુભાવોનું હારતોરા કરી સત્કાર્યા હતા.
આજે પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનો અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 98મો જન્મદિવસ છે. એ નિમિત્તે રાજકોટમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિવિધ પ્રકારના રોગોના નિવારણ અર્થે આર્થીક રીતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ‘નિ:શુલ્ક ઑપરેશન યજ્ઞ‘નું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જેની પૂર્તિ આવનારા 15-30 દિવસ માં પૂર્ણ થશે.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ જેમણે પોતાના 95 વર્ષનું સમગ્ર જીવન માવનઉત્કર્ષ અને લોકહિત માટે વિતાવ્યું હતું. "બીજાના ભલામાં આપણું જ ભલું છે" આ જીવનસૂત્ર સાથે જેમણે લાખોના જીવનમાં સદ્ભાવના પ્રસરાવી છે. જેઓએ માનવતાના મુલ્યોનું, સદ્ગુણોનું નિરંતર વહન કર્યું છે એવા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવન પર આધારીત નૃત્યનાટિકા ‘સંતપરમહિતકારી‘ની સાંયકાળે અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવશે. આ ઉપરાંત મહોત્સવના તૃતીયદિને સ્વામિનારાયણ નગરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
રંગીલુ રાજકોટ પ્રમુખસ્વામીના રંગમાં રંગાઈ ગયુ છે. પ્રથમ દિવસે જ દોઢ લાખથી વધુ હરિભકતો સ્વામિનારાયણ નગરમાં પહોંચી ગયા છતા શહેરની ભૂમિ પાવન બની ચૂકી છે કરોડો મંત્રની લેખનપોથી પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા સમક્ષ અર્પણ કરાઈ છે.
પ્રમુખસ્વામી પ્રતિમા સામે હજારો હરિભકતો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે હજારો હરિભકતોનાં હૈયે એક જ વાત છે કે હમણા પ્રમુખસ્વામી દર્શન આપશે. આ મહોત્સવમાં હરિભકતો ઉમટી રહ્યા છે.
ત્યારે મધ્યપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલની હાજરીમાં વિરાટ મહિલા સંમેલન યોજાયુ હતું જેમાં હજારોની સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી મહિલાઓ કેમ પગભર થાય તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ તારીખ 5 ડિસે.થી 15 ડિસે. દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણનગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે. મહોત્સવના પ્રથમ દિનના સાંસ્કૃતિક કાર્યક્રમને શોભવવા માટે કર્ણાટક રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ નગરના આકર્ષણ સમો મંદિર થીમ પર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળી લોકો અભિભૂત થયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમના અંતિમ ચરણમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વાદ વરસાવી ભક્તો-ભાવિકોને કૃતાર્થ કર્યા હતા.