હનુમાનજી ‘વૈજ્ઞાનિક’ છે : મોરારિબાપુDecember 07, 2018

રામદૂત, જીવતા-જાગતા દેવ હનુમાનજી વિશે રાજકારણીઓના વાણી વિલાસ બાદ પ્રખર રામાયણી મોરારીબાપુએ વ્યકત કર્યા અભિગમ અમદાવાદ, તા.7
રામભક્ત હનુમાનજીની જાતિ વિશે આજકાલના રાજકારણીઓની છિછરી ચર્ચાઓ વચ્ચે પ્રખર રામાયણી મોરારિબાપુએ નવો જ અભિગમ પ્રસ્તૂત કર્યો છે.
જાણીતા કથાકાર મોરારી બાપૂનું માનવું છે કે, હનુમાનજી વૈજ્ઞાનિક છે. મોરારી બાપૂનું કહેવું છે કે, હનુમાનજીનું રૂપ ભલે વાનર હોય પરંતુ તેઓ બહુ જ સુંદર વૈજ્ઞાનિક છે. બાપૂનું કહેવું છે કે, 21મીં સદીમાં હનુમાનજીને વૈજ્ઞાનિક રૂપમાં યાદ રાખવા જોઇએ. બાપૂની આ વાત પર સવાલ ઉઠાવે છે કે, લોકો હનુમાનજીને તેલ, અડદ, આંકડાના ફૂલ વગેરે વસ્તુઓ ચઢાવીને ભગવાનની મૂર્તિને ગંદી શા માટે કરે છે? જુની પરંપરાઓ ભૂલીને હવે આપણે હનુમાનજીને નવા સ્વરૂપે યાદ કરવા જોઇએ.
બાપૂએ આ વર્ષે હનુમાન જયંતી પર એક ધાર્મિક કાર્યક્રમમાં કહ્યું હતું કે, યુવાનોને હનુમાનજીને માત્ર ધાર્મિકરૂપમાં જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા જોઇએ.  

 
 
 

Related News