મીડિયા કર્મીઓને પૂજ્ય મહંત સ્વામીએ આપ્યા આશીર્વાદDecember 07, 2018


વિશ્ર્વ વંદનીય પુજ્રય પ્રમુખ સ્વામી મહારાજનો 98 માં જન્મ જયંતિ મહોત્સવ ચાલી રહીયો છે. આ ઉત્સવ દરમ્યાન આજે સાંજે મીડીયાનાં એડીટર-રીપોર્ટર, કેમેરામેનને પરમ પુજ્ય મહંત સ્વામીએ આશિર્વચન પાઠવ્યા હતાં. આ ઉપસ્થિતિની વાત કરતા પુ.પુ.મહંતસ્વામીએ આશિર્વાદ આપતા જણાવ્યું હતું કે, વિશ્ર્વ વંદનિય પરમ પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજના 98 માં જન્મ જયંતિ ઉત્સવ ચાલી રહ્યો છે.
જેના સમાચારો લોકો સુધી દેશ-દુનિયાનાં ખુણે-ખુણે સુધી પહોંચાડવાની સેવા મીડીયા સારી પેઠે સંભાળી રહ્યા છે. જે ઘણી મોટી સેવા છે. સૌનાં સહયોગ સહકાર વિના સેવાની ભાવનાં વિનાં આ ઉત્સવ પાર પડી ન જ શકે, પુજય પ્રમુખ સ્વામી મહારાજનાં સમયમાં અને બી.એ.પી.એસ. સંસ્થાનાં વિકાસમાં અને તેની વાતો સંદેશ ભકતો, ભાવિકો સુધી પહોંચાડવામાં મીડીયાનો ખુબ મહત્વનો ફાળો છે. આ પ્રસંગે પૂ.અપુર્વસ્વામિ, પુ.વિવેકસાગર સ્વામી, પૂ.આત્મસ્વરૂપ સ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતાં અને આર્શિવાદ પાઠવ્યા હતાં.