કેન્દ્રીય કર્મચારીને પેન્શનમાં 4%નો વધારો

  • કેન્દ્રીય કર્મચારીને પેન્શનમાં 4%નો વધારો
  • કેન્દ્રીય કર્મચારીને પેન્શનમાં 4%નો વધારો

 કર્મચારીના 10% યોગદાન સામે સરકાર 14% જમા કરાવશે
 કરોડો કેન્દ્રીય કર્મીઓને મોદી સરકારની જબ્બરદસ્ત ભેટ
નવીદિલ્હી તા,7
મોદી સરકારે કરોડો કેંદ્વીય તથા રાજ્યના સરકારી કર્મચારીને મોટી ભેટ આપી છે. સરકારે રાષ્ટ્રીય પેંશન સિસ્ટમ (એનપીએસ) માં પોતાનું યોગદાન વધારીને મૂળ પગારમાં 14 ટકાનો વધારો કરી દીધો છે. આ હાલ 10 ટકા છે. કેન્દ્રીય મંત્રીમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે કર્મચારી યોગદાનમાં કોઇ છેડછાડ કરવામાં આવશે નહી. તેમનું ન્યૂનતમ યોગદાન 10 ટકા જ રહેશે. કેંદ્વ તથા રાજ્ય કર્મચારીને 7મા પગાર પંચનો લાભ પહેલાં જ આપી દીધો છે. હવે પેંશનમાં આ ફેરફારથી વધુ મોટો ફાયદો થશે. મંત્રીમંડળે કર્મચારીઓના 10 ટકા યોગદાન માટે ઈન્કમટેક્સ કાનૂનની કલમ 80 સી હેઠળ ટેક્સ પ્રોત્સાહનને પણ મંજૂરી આપી દીધી છે. હાલ સરકાર અને કર્મચારીઓનું યોગદાન 10-10 ટકા છે જે વધીને 14-10 ટકા થઇ જશે. એટલે કે કર્મચારીઓનું ન્યૂનતમ યોગદાન 10 ટકા રહેશે જ્યારે સરકારનું યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં સરકારી કર્મચારીઓને કુલ
કોષમાંથી 60 ટકા ટ્રાંસફર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે જે હાલમાં 40 ટકા છે. સૂત્રોનું કહેવું છે કર્મચારીઓની પાસે નિશ્વિત આવક ઉત્પાદનો અથવા શેર ઇક્વિટીમાં રોકાણનો વિકલ્પ હશે. કર્મચારીને કેટલો થશે ફાયદો?
મંત્રીમંડળના નિર્ણય અનુસાર જો કર્મચારી નિવૃતિના સમયે એનપીએસમાં જમા ધનનો કોઇપણ ભાગ કાઢવાનો નિર્ણય કરે છે અને 100 ટકા પેંશન યોજના ટ્રાંસફર કરે છે તો તેની પેંશન અંતિમ વખતે પ્રાપ્ત પગારના 50થી વધુ હશે. સરકારે રાજસ્થાનમાં ચૂંટણીને ધ્યાનમાં રાખતાં આ નિર્ણયની જાહેરાત કરી છે. સૂત્રોનું કહેવું છે કે સરકારે હજુ નવી યોજનાની સૂચના અંગેની તારીખ વિશે નિર્ણય કર્યો નથી.