મહેસાણા બસ હાઇજેક કરી 80 લાખની આંગડિયા લૂંટDecember 07, 2018

મહેસાણા તા.7
મહેસાણા નંદાસણ નજીક 9 શખ્સો દ્વારા બસને હાઇજેક કરી આંગડિયા પેઢીના કર્મી લૂંટવામાં આવ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અંદાજીત 80 લાખની રકમના ડાયમંડ અને ગોલ્ડની લૂંટ ચલાવવી શખ્સો ફરાર થઇ ગયા છે. ત્યારે પોલીસ સમગ્ર ઘટનાને પગલે આસપાસના સીસીટીવી ચેક કર્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરથી મહેસાણા આવતી એસટી બસમાં જયંતી સોમા, વસંત અંબાલાલ અને એસ પ્રવીણ કુમારની આંગડીયા પેઢી 6 કર્મીઓ બસમાં સવાર હતા. તે દરમિયાન ઉનાવા પાસેથી 9 બંદુક ધારી શખ્સો બસ મુસાફર બનીને બઠા હતા. જોકે પાલનપુરથી અમદાવાદ આવતી આ બસને તે સમયે કોઇને જાણ થઇ ન હતી. પરંતુ જ્યારે મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલા વોટર પાર્ક પાસે આ 9 શખ્સો બસને હાઇજેક કરી લેવામાં આવી હતી. ત્યારે એક શખ્સ દ્વારા ડ્રાઇવરને બંદુક બતાવી બસ ઉભી રાખવા કહ્યું હતું અને બસ ઉભી રહેતા ડ્રાઇવરને બસની લાઇટો બંધ કરવાનું જણાવ્યું હતું.
બસમાં લાઇટ બંધ થતા જ બસમાં બેઠેલા મુસાફરોને પણ બંદુક બતાવીને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બસમાં બેઠાલા આ 9 શખ્સો દ્વાર ત્રણ આંગડીયા પેઢીના 6 કર્માચારીઓને બદુક બતાવી અંદાજે 80 લાથી 1 કરોડના ડાઇમંડ અન ગોલ્ડની લુંટ ચલાવી હતી. આ 9 શખ્સોએ લુંટ ચલાવ્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા લાંધણજ પોલીસ સ્થળ પર પહોંચી અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે. આ સમગ્ર ઘટના અને ફરિયાદના આધારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.