જેતપુરમાં બાઈક હડફેટે વડિયાના આધેડનું મોત

  • જેતપુરમાં બાઈક હડફેટે વડિયાના આધેડનું મોત

 રાજકોટ સારવારમાં
દમ તોડ્યો
રાજકોટ : જેતપુરમાં આવેલા સરદાર ચોકમાં બાઈક હડફેટે ઘવાયેલા અમરેલીના વડીયા ગામના આધેડનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
અમરેલી તાલુકાના વડીયા ગામે રહેતા ધનસુખગીરી રેવાપુરી ગૌસ્વામી (ઉ.વ.54) જેતપુરમાં સરદાર ચોક પાસે હતાં. ત્યારે અકેટીવા ચાલકે આધેડને હડફેટે લેતા અધેડને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં ચાલું સારવાર દરમિયાન આધેડનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.