પેરોલ જમ્પ કરી અઢી વર્ષથી ફરાર નામચીન આરોપી ઝબ્બેDecember 07, 2018

 મોટા લીલિયાના અપહરણ-હત્યાના ગુનામાં જેલમાં હતો; આકરી પૂછપરછ
અમરેલી તા.7
ગત તારીખ 1/10/13 ના રોજ અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામના કિકાણી પ્લોટમા રહેતા શિક્ષક ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીનો પુત્ર રૂષિકેશ ઉવ.17 નાને કોઇ અજાણ્યા શખ્સો લીલીયા ટાઉનમાંથી અપહરણ કરી લઇ ગયેલ અને તેને છોડાવા રૂષીકેશના પિતા પાસે રૂ.35 લાખની માંગણી કરેલ હતી. રૂષીકેશના મિત્રો અને શકદારો એવા રવિ ઉર્ફે રવિન્દ્ર ધનશ્યામભાઇ ભટ્ટ રે.લીલીયા, હાલ.રે.સુરત તથા વિજય શામજીભાઇ ધામત, રહે.સુરત વાળાઓને ટેકલ કરતાં જાણવા મળેલ કે રવિન્દ્રને નાણા ભીડ રહેતી હોય જેથી તેણે પોતાના ઓળખીતાનું જ અપહરણ કરી નાણા પડાવવાનો પ્લાન કર્યો હતો.
બનાવના દિવસે રવિન્દ્ર અને વિજયએ તેમની એપોલો કારમાં લીલીયા મુકામે ગૌશાળા નજીકથી રૂષીકેષનું અપહરણ કરેલ રૂષીને મુક્ત કરવાના બદલામાં રૂ.35 લાખની માંગણી કરેલી બાદમાં આ વાત જાહેર થઇ જતાં રોહીશાળા ગામ પાસેથી ગઢડા તરફ ના રસ્તે બે ગામ ગયા પછી એક દરગાહ પાસે એક તળાવ આવેલ હોય તે તળાવ પાસે રૂષીને બાવળની ઝાડીમાં લઇ જઇ રૂષીને વિજયે પકડી રાખેલ અને રવિન્દ્રએ પોતાની પાસેની છરીના ચાર પાંચ ઘા છાતીમા તથા વાસાના ભાગે મારી રૂષીકેશની હત્યા કરેલ હોવાનું જાણવા મળતાં આ અંગે લીલીયા પોલીસે ગુન્હો રજી. થયેલ હતો.
આ કામે અમરેલી સેશન્સ કોર્ટ ખાતે કેસ ચાલુ હોય તે દરમ્યાન આરોપીઓ વિરૂધ્ધ સજ્જડ પુરાવાઓ હોય અને આરોપીઓને સજા પડે તેમ હોય જેથી ઉપરોક્ત પૈકીના આરોપી જગદીશ શામજીભાઇ ધામતને નામ.ગુજરાત હાઇકોર્ટમાં થી દિન-10 નાં વચગાળાની જામીન રજા મળતાં તે રજા ઉપર જેલમાંથી મુક્ત થયા બાદ ગત તા.15/6/16 ના રોજ અમરેલી જેલમાં હાજર થવાનું હતુ પરંતુ જેલમાં હાજર થયેલ નહીં. અને છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો હતો. તેમને ગઇ કાલ તા.05/12/18 ના રાત્રિના ભરૂચના જુના તવરા ગામેથી ઝડપી લઇ અમરેલી જીલ્લા જેલ હવાલે મોકલી આપેલ છે.
આમ, અઢી વર્ષથી નાસતા ફરતા કાચા કામના કેદીને પકડી પાડવામાં અમરેલી એલ.સી.બી.એ સફળતા મેળવેલ છે.