કેશોદના કેવદ્રામાં ગ્રાહકોના ખાતામાંથી રાશન સામગ્રી વેચી નાખવાનું કૌભાંડDecember 07, 2018

 સામાજિક કાર્યકરે પુરાવા રજૂ કરી આક્ષેપો કર્યા
કેશોદ, તા. 7 : કેશોદના કેવદ્રા ગામે ચાલતી દીનદયાળ ઉપાધ્યાય સસ્તા ભાવની દુકાનમાંથી લાંબા સમયથી રાશનકાર્ડ ધારકોને ચોખા અને ઘઉં ઓછા આપવામાં આવી રહ્યા છે ઉપરાંત ગેરહાજર રાશનકાર્ડ ધારકોના ખાતામાંથી રાશન ઉપાડી લેવામાં આવે છે જે મુદ્દે ફરી સામાજીક કાર્યકરની ગ્રઆમજનો વચ્ચે મીટીંગ યોજાઈ.
ગ્રામજનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા ભરતભાઈ લાડાણી દ્વારા યોજાયેલ મિટીંગમાં સાજીક કાર્યકરે જુદા જુદા નામો વાળા વ્યકિતને ઉભા કરી ઓછુ અનાજ મળતુ હતુ તે સાબિત કરી બતાવ્યું. હાલ આ મંડળી દ્વારા મૃતાત્માના નામે, ગામની બહાર તેમજ વિદેશમાં રહેતા લોકો જે જેના નામ રાશનીંગમાં છે તેમના નામે ઘઉ અને ચોખ્ખા ઉપાડી લેવાયાના પુરાવા સામાજીક કાર્યકરે ગ્રામજનોની જાહેરસભામાં વેબસાઈડ પરથી કાઢી બતાવ્યા ગ્રામજનોએ મીટીંગમાં મંડળીના સભ્યોને હટાવવા હાથ ઉંચા કરી સોગંદ લીધા સામાજીક કાર્યકરે જે લોકોને ઓછુ અનાજ મળતુ હતુ તેના સંગોધનામા લેવડાવી લીધા રવિવારના દિવસે મંડળી બંધ હોય તેમ છતા ખુબ મોટી સંખ્યામાં રાશનીંગ માલ ઉપડી ગયો તેના પુરાવા સામાજીક કાર્યકરે રજુ કર્યા હતાં. આ બાબતે સરકારમાં છેલ્લા એક મહિનાથી સામાજીક કાર્યકર પત્રોથી લડત કરી રહ્યા છે સામાજીક કાર્યકરે ચાલુ મામલતદાર ભ્રષ્ટાચારને છાવરી રહ્યા છે તેવા આક્ષેપો કર્યા.