કુતિયાણા નજીક બાઈક અકસ્માતમાં જામ રાવલના યુવાનનું મોત: સાળાને ઈજાDecember 07, 2018

 સાળો-બનેવી બાટવા કામે જતા હતાને ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થયુ
રાજકોટ તા. 7
પોરબંદરના કુતિયાણા નજીક હાઈ-વે પર જામરાવલના બાઈક સવાર સાળા બનેવીને અકસ્માત નડયો હતો જેમાં બનેવીનું ગંભીર ઈજા થતા મોત નિપજયુ હતું જયારે સાળાને ઈજા થઈ હતી. કલ્યાણપુરનાં જામરાવલ ગામે રહેતા નાગાભાઈ અરજણભાઈ ગામી ઉ.વ.35 અને તેનો સાળો મોહનભાઈ રણમલભાઈ વાઘેલા ઉ.વ.40 ગઈકાલે સાંજે બાઈક લઈ બાંટવા મજુરી કામે જતા હતા ત્યારે પોરબંદર હાઈવે પર કુતિયાણા અને રાણા કંડોરણા વચ્ચે પહોંચતા અચાનક ગાય આડી ઉતરતા ચાલકે સ્ટેરીંગ પરથુ કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થયુ હતું જેમાં બંન્નેને ગંભીર ઈજા થતા સારવાર માટે પ્રથમ પોરબંદર બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ નાગાભાઈનું મોત નિપજયુ હ્તું. પ્રાથમીક તપાસમા મૃતક નાગાભાઈ ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ અને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે પ્રાથમીક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.