ધો.12માં એક વ દિવસે બે પેપરથી વિદ્યાર્થીઓમાં રોષDecember 07, 2018

 સતત ત્રણ વર્ષની રજૂઆત બાદ પણ બોર્ડની મનમાની
રાજકોટ તા.7
ધો.12ની સામાન્ય પ્રવાહની આગામી માર્ચે લેવાનાર પરિક્ષામાં ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનું પેપર એક જ દિવસે રાખતા. વિદ્યાર્થીઓમાં કચવાટની લાગણી છવાઇ ગઇ છે.
ધોરણ 12 બોર્ડ પરિક્ષામાં સામાન્ય પ્રવાહના ઈતિહાસ અને તત્વ જ્ઞાનનું પેપર એક જ દિવસે લેવાશે. જેથી અનેક વિધાર્થીઓએ એક જ દિવસમાં બે પેપર આપવા પડશે. બોર્ડની સરળતા માટે રજુઆત બાદ પણ બોર્ડ વિધાર્થીઓને અગવડતા ભોગવવા મજબુર કરે છે. ત્યારે છેલ્લા 3 વર્ષથી વાલીઓ, આચાર્ય અને બોર્ડના સભ્યોની રજુઆત હોવા છતાં બોર્ડ દ્વારા અવગણના કરાઇ રહી છે.
વાલીઓના આક્ષેપ છેકે બોર્ડના પરિક્ષા સચીવ અને ચેરમેન દ્વારા વિધાર્થીઓના હિતની વાત અવગણમાં આવી રહી છે.
નોંધનીય છે કે ત્રણ વર્ષ પહેલા આ બાબતે બોર્ડે લેખિત ખાત્રી આપી હતી કે આવતા વર્ષથી પેપર એક દિવસે નહીં લેવાય છતા
પણ બે વર્ષથી બે પેપર એક
દિવસે લેવાય છે.

 
 
 

Related News