ઘરમાં વીજળી બચાવવા માટે રાજય સરકારે અમલમાં મુકેલી યોજના મુદત પહેલાં જ બંધ કરી દેવાઈ

  • ઘરમાં વીજળી બચાવવા માટે રાજય સરકારે અમલમાં મુકેલી યોજના મુદત પહેલાં જ બંધ કરી દેવાઈ
  • ઘરમાં વીજળી બચાવવા માટે રાજય સરકારે અમલમાં મુકેલી યોજના મુદત પહેલાં જ બંધ કરી દેવાઈ

 ત્રણ વર્ષમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 15,685 અરજીઓ આવી: 5767 મકાનમાં સોલાર રૂફ લગાવાય: 6203 અરજી
મંજુરીની પ્રક્રિયા હેઠળ
રાજકોટ તા.7
ઘરમાં વિજળી બચાવવા માટે ગુજરાત સરકારે અમલમાં મુકેલી સોલાર રૂફ ટોપ યોજનાનો રાતોરાત સંકેલો કરી લેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 15 ડિસેમ્બર સુધી યોજના અસ્તિત્વમાં હોય તે પહેલા જ અરજીઓ લેવાનું બંધ કરવામાં આવતા સોલાર યોજનાનો લાભ લેવા ઈચ્છતા ગ્રાહકોમાં નારાજગી સાથે આક્રોશ ફેલાયો છે. ગુજરાત સરકારે ગુજરાત એનર્જી ડેવલપેમેન્ટ એજન્સી (જેડા)ને સોલાર રૂફ ટોપ યોજનાનું નામ સોંપ્યું હતું. જેડાએ આ માટે રાજકોટની પીજીવીસીએલ સહિત ચારેય વીજકંપનીને સોલાર રૂફ ટોપના નેટ મીટરીંગ લગાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
પીજીવીસીએલનાં સુત્રોએ જણાવ્યું હતું કે રાજય સરકારે વર્ષ 2016માં સોલાર રૂફ ટોપ યોજના શરૂ કરવામાં આવી હતી.
તેમાં અત્યારસ સુધીમાં એટલે કે વર્ષ 2018 સુધીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કુલ 15685 આસામીઓએ અરજી કરી છે. સુત્રોએ વધુમાં કહ્યું હતું કે 15 હજારમાંથી કુલ 7262 આસામીઓએ સોલાર યોજનાના પૈસા ભરી દીધા છે. તેમાંથી 5767 મકાનમાં સોલાર યોજનાના મીટર પણ લગાડી દેવામાં આવ્યા છે અને 6203 અરજી મંજુરીની પ્રક્રિયા હેઠળ છે.
સોલાર રૂફ ટોપ યોજનામાં રાજય સરકાર વધુમાં વધુ 20 હજાર અને કેન્દ્ર સરકાર યોજનાની 30 ટકા સબસીડી આપે છે. જેડાના સુત્રોએ જણાવ્યું હતું કે સોલાર યોજના 15 ડિસેમ્બર સુધી ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ 1500 મેગાવોટની મર્યાદામાં સોલાર ફીટ કરવાના હતા તે મેગાવોટનો કવોટા પૂરો થઇ જતા યોજના વ્હેલી બંધ કરી દેવામાં આવી છે. ગત વર્ષે 50 અને આ વર્ષે 125 મેગા વોટનો ટાર્ગેટ અપાયો’તો
સોલાર રૂફ ટોપ યોજનામાં ગુજરાત સરકારે ગત વર્ષે 50 મેગાવોટનો ટાર્ગેટ આપ્યો હતો. આ વર્ષે મેગાવોટમાં વધારો કરી 125 મેગાવોટનો લક્ષ્યાંક અપાયો હતો. 125 મેગાવોટની મર્યાદામાં જ સોલાર વેચવાની મંજુરી આપવામાં આવી હતી. કેન્દ્ર અને રાજય સરકારની સબસીડીના કારણે સોલારનું વેચાણ વધવા પામ્યું હતું અને 125 મેગાવોટનો લક્ષ્યાંક સીધ્ધ થતા સોલારનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે.
એકંદરે સોલાર રૂફટોપ યોજના સંદતર નિષ્ફળ
છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી સોલાર રૂફ ટોપ યોજના એકંદરે સદંતર યોજના નિષ્ફળ નિવડી છે કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલના 50 લાખ જેટલા વીજ ગ્રાહકો છે તેમાંથી માત્ર 15 હજાર લોકોએ જ સોલાર યોજના ફીટ કરાવી છે કે લોકોના ઘરમાં સોલાર ફીટ કરવામાં આવ્યું છે. તેના ઘરમાં વીજળીનો વપરાશ ઘટ્યો છે તે હકિકત છે પરંતુ સરપ્લસ વીજળીનું વળતર રોકડના સ્વરૂપમાં અપાતું નથી.
5767 મકાનમાં જ 27742 કિલો મેગા વોટનો વપરાશ
સોલાર રૂફ ટોપ યોજનામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 5767 મકાનમાં સોલાર ફીટ કરવામાં આવ્યા છે. આ તમામ મકાનમાં સોલાર યોજનામાં કુલ 27742 કિલો મેગા વોટનો વપરાશ (ઉત્પાદીત) થતો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું છે. એકથી ત્રણ
કિલો સુધીના સોલાર રૂફ
એકથી ત્રણ કિલો સુધીના સોલાર રૂફ એકથી ત્રણ કિલો વોટના સોલાર બનાવવામાં આવે તેમાં એક કિલો વોટના 23000, બે કિલો વોટના 47 હજાર અને 3 કિલો વોટરના 81,420 રૂપિયાના સોલાર બજારમાં મળે છે તેમાં એક કિલોમાં રાજય સરકાર 10 હજાર, બે કિલોમાં 20 હજારની સબસીડી આપે છે જયારે કેન્દ્ર સરકાર 30 ટકા સબસીડી ચૂકવે છે.