ઠંડીનો પહેલો ભોગ: ભાવનગરમાં ઠીંગરાઈ જવાથી ભીક્ષુકનું મોતDecember 07, 2018

સરેરાશ તાપમાન 15 ડીગ્રી થઈ જવાથી એસી-પંખાને હવે આરામ
રાજકોટ તા.7
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવે કડકડતી ઠંડીનો દૌર શરુ થઈ રહ્યો છે. લગભગ મોટાભાગના શહેરોમાં હવે લઘુતમ તાપમાન 15 ડીગ્રી કે તેની નીચે પહોંચી જતા રાત્રી દરમિયાન ઠંડીની અસર જોવા મળી રહી છે, રસ્તાઓ પર ઠંડીના કારણે ચહલ પહલમાં ઘટાડો જોવા મળ્યો છે અને હવે એસી અને પંખાને આરામ મળ્યો છે. આજે પ્રથમ વખત નલિયાને પછડી કંડલા રાજ્યનું સૌથી ઠંડુ નગર બન્યું છે. બીજી તરફ ઠંડીના કારણે ભાવનગરમાં મૃત્યુનો પહેલો બનાવ સામે આવ્યો છે. ગતરાત્રે ઠંડીમાં ઠીગરાઈ જવાથી ભીક્ષુકનું મોત થઈ ગયુ હતું. રાજકોટ, અમરેલી, ભાવનગર સહિતના શહેરોમાં છેલ્લા
(અનુસંધાન પાના નં. 8)
બે’ક દિવસની વાતાવરણ સ્થિર રહ્યું છે. લઘુતમ તાપમાનમાં નજીવો ફેરફાર જોવા મળી રહ્યો છે પરંતુ તમામ શહેરોમાં હવે મીનિમમ તાપમાન 15 ડીગ્રી આસપાસ રહેતુ હોવાથી સવારે ગુલાબી નહી પરંતુ ધ્રુજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે રજકોટમં 15.3 ડીગ્રી મીનિમમ તાપમાન નોંધાતા સવારે વાતાવરણ ટાઢુબોળ થઈ ગયુ હતું. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ સ્વેટર - ગરમ વસ્ત્રોમાં ઢળુરાયેલા જોવા મળ્યા હતા. આજે રાજકોટમાં 15.3, ભાવનગરમાં 15.6, પોરબંદરમાં 16, વેરાવળમાં 19.3, દ્વારકામાં 18.4, ઓખામાં 22.6, ભુજમાં 17, નલિયા 12, સુરેન્દ્રનગરમાં 14.4, ન્યુ કંડલા 14.4, કંડલા એરપોર્ટ 11.7, અમરેલી 14 ડીગ્રી મીનિમમ તાપમાન નોંધાયુ છે. પહેલી વખત રાજ્યમાં કંડલા સૌથી ઠંડુ નગર રહ્યું હતું. કંડલા એરપોર્ટ પર આજે 11.7 ડીગ્રી મીનિમમ તાપમાન નોંધાયુ છે.
જૂનાગઢ
ગત રાત્રીના જૂનાગઢ શહેરમાં ઠંડીની અસર જોવા મળી હતી. રાત્રીના લોકોની અવર જવરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો તથા વહેલી સવારે તેનું પ્રમાણ વધી જવા પામ્યુ હતું. શહેરમાં મહતમ તાપમાન 16.8 અને લઘુતમ તાપમાન 14.5 ટકા નોંધાયુ હતું તેમજ ભેજનું પ્રમાણ 85 ટકા રહ્યુ હતુ અને પવનની ઝડપ 2.3 રહી હતી.
ભવનગર
ભાવનગરમાં ઠંડીથી એક ભીક્ષકુનું મોત નિપજ્યું હતું. મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાંથી યુનુસભાઈ ઈસ્લામભાઈ કાદરી નામના ભિક્ષુકની લાશ મળી આવી હતી. જે અંગેની જાણ સી ડીવીઝન પોલીસને થતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ભિક્ષુકનું મોત ઠંડી અને ભુખના લીધે થવાનું ખુલવા પામ્યુ હતું. ભાવનગર શહેરમાં લઘુતમ તાપમાન 17.4 ડીગ્રી નોંધાયુ હતું.