નાસ્તિક વૈજ્ઞાનિકે ભગવાનને લખેલા પત્રનાં ઉપજ્યા 20 કરોડ!

  • નાસ્તિક વૈજ્ઞાનિકે ભગવાનને લખેલા પત્રનાં  ઉપજ્યા 20 કરોડ!
  • નાસ્તિક વૈજ્ઞાનિકે ભગવાનને લખેલા પત્રનાં  ઉપજ્યા 20 કરોડ!

નવી દિલ્હી તા.7
જર્મનીના મહાન વૈજ્ઞાનિક આબ્લર્ટ આઇનસ્ટાઇનના ઇશ્ર્વર અને ધર્મ અંગે તેમના વિચારો પર આધારિત એક ફેમસ લેટર અમેરિકામાં હરાજી બાદ 28.90 લાખ ડોલર (આશરે 20.38 કરોડ)માં વેચી દેવાયો. આ પત્ર તેમને પોતાના અવસાનના એક વર્ષ પહેલા એટલે કે 1954માં લખ્યો હતો. ઓકશન હાઉસ ક્રિસ્ટીજે એક નિવેદનમાં જણાવી કે, હરાજી પહેલા આ લેટરની કિંમત 15 લાખ ડોલર (આશરે 10 કરોડ 58 લાખ રૂપિયા) આંકવામાં આવી હતી. બે પાનાનો આ લેટર 3 જાન્યુઆરી 1954ના રોજ જર્મનીના દાર્શનિક એરિક ગટકાઇન્ડને લખ્યો હતો, જેમણે આઇન્સ્ટાઇનને પોતાના પુસ્તક ‘ચૂઝ લાઇફ: ધ બિબલિકલ કોલ ટૂ રિવોલ્ટ’ની એક નકલ મોકલી હતી. આઇનસ્ટાઇને પોતાના આ લેટરમાં લખ્યું હતું કે, ‘મારા માટે ભગવાન શબ્દનો કોઇ નથી પરંતુ અભિવ્યક્તિ અને મનુષ્યની નબળાઇનું પ્રતીક છે. બાઇબલ એક પૂજનીય પુસ્ત છે પણ તે હજુય પ્રાચીન કિંવદંતિઓનો સંગ્રહ છે. કોઇ એવી વ્યાખ્યા કે કોઇ રહસ્ય મહત્વ ધરાવનું નથી, જે મારા આ અભિયમમાં બદલાવ લાવી શકે.’