10 કા દમ

  • 10 કા દમ

સમિરા મહેતા નામની 10 વર્ષની ઢીંગલીએ ગૂગલની કરોડોની જોબ ઓફર ઠૂકરાવી પોતાની કંપની શરૂ કરી મુંબઇ તા.7
આપણે 10 વર્ષના હોઈએ ત્યારે શું કરીએ, કંઈ જ નહીં. મોટાભગના આ ઊંમરના છોકરા કાર્ટૂન્સ જોતા હોય કે પછી વીડિયો ગેમ્સ રમતા હોય પરંતુ સમિરા મેહતા આ બધાથી અલગ છે. તેની દુનિયા જ કોમ્પ્યુટર છે. એટલે જ આટલી નાની ઊંમરમાં તે આજે દુનિયા અખી પ્રોગ્રામર્સને પોતાના ફેન બનાવી રહી છે.
સમિરાના પિતાતો તેનાથી પણ બે ડગલા આગળ છે. તેઓ ઈન્ટેલ કંપનીમાં એન્જિનિયર તરીકે જોબ કરે છે. પોતે કોમ્પ્યુટર સાયન્સના વિષયમાં જ કામ કરતા હોઈ દીકરીને જરૂરી તમામ ટેક્નિકલ સપોર્ટ તેના પ્રોજેકટ પુર કરવામાં મદદ કરે છે. નજીકના ભવિષ્યમં તેઓ એક ગેમ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.
સમિરા સિલિકોન વેલીમાં રહેતા અન્ય બાળકો માટે થોડા થોડા સમયે ફન વર્કશોપ યોજતી રહે છે. જેમાં દરેક ઈવેન્ટમાં લગભગ 2000 જેટલા બાળકો જોડાય છે. 10 વર્ષની બાળકી માટે આ એક ખૂબ મોટી વાત છે. કેમ કે ઘણા મોટા લોકો અને પ્રસિદ્ધ લોકો પણ દર વખતે એટલું સરસ રીતે વર્કશોપ કરી શકતા નથી. સમિરાએ આ ફન વર્કશોપ દરમિયાન 1000 જેટલા પોતાની ગેમ્સના બોક્સ વેચીને રૂા.35000 ડાલર ભેગા પણ કરી લીધા છે. જો આમ જ રહ્યું તો તે 20 વર્ષની થશે ત્યાં સુધીમાં નિવૃત્તિ લઈ શકે તેટલા રૂપિયા તો તેની પાસે જમા જ થઈ ગયા હશે કે પોતે 20 વર્ષની થાય ત્યારે જ કમમાંથી નિવૃત્તિ લઈ લે.
આમ તો ગૂગલમાં જોબ મેળવવા માટે ઘણા ખૂબ મહેનત કરતા હોય છે. ફકત તેના ઈન્ટરવ્યુ સુધી પહોંચવું પણ ખૂબ જ લક્કી માણસો માટે જ શકય બની છે ત્યારે સમિરા જેવા ટેલેન્ડેટ પર્સન માટે ગૂગલ પોતાના દરવાજા સામેથી ખોલે છે પરંતુ તેણે એમ કહીને ના પાડી દીધી કે પોતાના માટે કામ કરવામં તેને વધારે મજા આવે છે અને ગૂગલની જોબ માટે મારી પોતાની આંત્રપ્રેન્યોરશિપ જતી કરવા તૈયાર નથી.