પુરુષ પ્રેમીને પામવા યુવકે પત્નીની હત્યા કરી..!

  • પુરુષ પ્રેમીને પામવા યુવકે  પત્નીની હત્યા કરી..!

નવી દિલ્હી તા,7
આ જ વર્ષે મે મહિનામાં સમાચાર આવ્યા હતા કે, નોર્થ ઈંગ્લેન્ડના મિડલબરોમાં રહેતા ગુજરાતી મૂળના મિતેશ પટેલની પત્ની જેસિકા પટેલની હત્યા થઈ હતી. છ મહિના બાદ લંડનની કોર્ટે જેસિકાના પતિ મિતેશ પટેલને આ હત્યા મમલે આજીવન કેદની સજા સંભળાવી છે. જેમ ચોંકાવનારો ખુલાસો એ હતો કે, મિતેશ ગે સંબંધો ધરાવતો હતો. તે તેના બોયફ્રેન્ડ સાથે રહેતો હતો, તેથી તેણે પત્નીની હત્યા કરી હતી.
14ના રોજ જેસિકા તેના લંડનમાં આવેલ ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. મિતેશ અને જેસિકા મિડલબરોમા એ ફાર્મસી સ્ટોરલ ચલાવતા હતા. મિતેશે પત્નીની હત્યા વિશે પોલીસને કહ્યું કે, તેના ઘરમાં ચોરી થઈ છે અને લૂંટારુઓએ તેની પત્નીની હત્યા કરી છે પરંતુ પોલીસે સઘન પુછપરછ કરી ત્યારે માલુમ પડ્યું કે, મિતેશે જ જેસિકાની હત્યા કરી હતી. મિતેશ પટેલ પત્નીની મોત બાદ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પેટે મળનાર 2 મિલયિન પાઉન્ડ લઈને પોતાના બોયફ્રેન્ડ સાથે ઓસ્ટ્રેલિયા રહેવા માગતો હતો, તેથી પેણે અ હત્યાનું કાવતરું ઘડ્યું હતું.