હેપ્પી બર્થ-ડેની લક્કી બાઉન્ડ્રીDecember 07, 2018

નવી દિલ્હી તા.7
ગઈકાલે (6 ડિસેમ્બરે) એકસાથે ચાર ક્રિકેટરોના જન્મદિન હતા અને તેમને ક્રિકેટ બોર્ડે ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા અને જીવનનું નવું વર્ષ ખૂબ જ સારું રહે એવી શુભેચ્છા આપી હતી. (ડાબેથી) ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પચીસ વર્ષનો, ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા 30 વર્ષનો, બેટ્સમેન કરુણ નાયર 27 વર્ષનો અને બેટ્સમેન શ્રેયસ ઐયર 24 વર્ષનો થયો છે.