હાપા-સાંત્રાગાછી વિશેષ એસી સુપરફાસ્ટ ટ્રેનનો સોમવારથી પ્રારંભ

આવતીકાલથી
બુકિંગ શરૂ કરાશે
રાજકોટ તા. 12
યાત્રીકોની સુવિધામાં વધારો કરવા અને વેઈટીંગ લીસ્ટ ઘટાડવા માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા ટ્રેન નં.02833/02834 હાપા-સાંત્રાગાછી એસી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના ડિઆરએમ પી.બી.નિનાવેએ જણાવ્યુ હતું કે ટ્રેન નં.02833 સુપરફાસ્ટ ટ્રેન દર સોમવારે હાપાથી 10.40 કલાકે પ્રસ્થાન કરશે જે રાજકોટ જંકશને બપોરે 12-20 કલાકે પહોંચશે અને બુધવારે સવારે 5.45 કલાકે સાંત્રાગાછી પહોંચશે આ ટ્રેન તા.17મીથી 31 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે તેમજ ટ્રેન નં.02834 દર શુક્રવારે સાત્રાગાંછીથી રાતે 21-05 કલાકે પ્રસ્થાન કરશે જે રાજકોટ જંકશન ખાતે રવિવારે બપોરે 14.40 અને હાપા જંકશન ખાતે 16.35 કલાકે પહોંચશે આ ટ્રેન 14મીથી 28 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે.
આ વિશેષ સુપરફાસ્ટ ટ્રેનમાં 14 એસી. થ્રી ટાયર અને 2 લગેજ વાનના કોચ જોડવામાં આવ્યા છે. આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વીરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર અને ખડગપુર સ્ટેશન ખાતે રોકાણ કરશે. ટ્રેન નં.02833 નું બુકિંગ 13 ડિસેમ્બરથી તમામ આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ ઉપરથી પ્રારંભ થશે.