રેન બસેરાની મુલાકાત લેતા રૂપાબેન શીલુ

  • રેન બસેરાની મુલાકાત લેતા રૂપાબેન શીલુ

વિવિધ યોજના અંગેની માહિતી અપાઈ
રાજકોટ તા,8
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઘરબાર વિહોણા અને ફૂટપાથ પર જીવન ગુજારતા લોકો માટે શહેરના જુદા જુદા વોર્ડમાં આવેલ ડોરમેટરી ભોમેશ્વર, બેડીનાકા રેનબસેરા તથા મરચાપીઠ રેનબસેરા ખાતે ઘરવિહોણા લોકો 24 કલાક માટે આશ્રયસ્થાન કાર્યરત છે. આ રેન બસેરાની શિશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ તથા અગ્નિ શામક દળ સમિતિના ચેરમેનશ્રી રૂપાબેન શીલુએ મુલાકાત લીધી હતી. અને ત્યાં આશરો લેનાર નાગરિકોને પુરતી સુવિધા મળે છે કે કેમ, તેની જાત તપાસ કરેલ અને હજુ વધુ સારી સુવિધા આપી શકાય તે માટે સંબંધક અધિકારીને સુચના આપેલ. તેઓની આ મુલાકાત વખતે પ્રોજેક્ટ શાખાના આસી. મેનેજેર નીરજભાઈ વ્યાસ, કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર જીતુભાઈ વ્યાસ, આર. એ. મુનિયા, ટી. બી. જાંબુકિયા, એન.યુ.એલ. એમ. સેલના મેનેજર ધવલભાઈ કાલરીયા, એન.યુ.એલ.એમ. સેલના જીજ્ઞાસાબેન રાવલ વિગેરે જોડાયા હતા.
આ તકે રૂપાબેન શીલુએ જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત સખી મંડળ, તાલીમ કાર્યક્રમ, સ્વરોજગાર માટે બેંકેબલ યોજના તથા ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાનની યોજના અમલમાં છે. આ વિવિધ યોજનાનો લાભ શહેરી ગરીબી રેખા હેઠળના કુટુંબો, બી.પી.એલ. રેશન કાર્ડ ધારકો, સફાઈ કામદારો તથા આવાસ યોજનામાં વસવાટ ધરાવતા લાભાર્થીઓ આપવામાં આવે છે. આ યોજનાનો પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ વધુને વધુ લાભ લેવા અનુરોધ છે.