વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હોલી રિડીમર સ્કૂલમાં ‘પર્ફોમન્સ ડે’ ઉજવાયોDecember 08, 2018

રાજકોટ તા,8
હોલી રિડીમર સ્કૂલ્સ દર વર્ષે વાર્ષિક કાર્યક્રમોમાં સ્પોર્ટસ ડે, સાંસ્કૃતિક કાર્યક્રમ, એન્યુઅલ-ડેનું આયોજન કરે છે. આ વર્ષે સ્કૂલ દ્વારા પર્ફોમન્સ ડેનું આયોજન સવારે 9:00 થી સાંજના 4:30 વાગ્યા સુધી રિડીમર સ્કૂલ્સ કેમ્પસ, યોગરાજ નગર-1, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.
સ્કૂલ દ્વારા યોજાયેલા પર્ફોમન્સ-ડે કાર્યક્રમમાં ગુજરાત રાજયના ડીસાના માનનીય ધારાસભ્ય શશીકાંતભાઇ પંડયા તથા ચેરમેન મગનલાલ માળી (ગુજરાત સ્ટેટ વેરહાઉસીંગ કોર્પો. ગાંધીનગર) મુખ્ય મહેમાન તરીકે હાજર રહીને શાળા પરીવારને તેમજ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
પત્રકાર પરિષદમાં માહિતી આવતા ટ્રસ્ટી આશીષભાઇ ક્રિશ્ર્ચિયન અને પ્રિન્સીપાલ શીતલબેન ક્રિશ્ર્ચયને જણાવ્યું હતું કે હોલી રિડીમર સ્કૂલ્સના આ પર્ફોમન્સ-ડેમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના લોઅર કે.જી.થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પર્ફોમન્સ-ડેમાં અવર ગ્રીન ફ્રેન્ડ્ઝ, જલ-એ-જીવન, સાયન્સ ઈન્સ્ટ્રુમેન્ટ, સાયન્સલેબ, વીન્ડ મીલ, જુનીયર સાયન્ટીસ્ટ, અવર હેલ્પર્સ, ગેઈમ ઝોન, અવર પોએટ, હેલ્થ ઈઝ વેલ્થ, આઈ લવ માય ઈન્ડીયા, બ્રીક લીફ્ટીંગ, હ્યુમન બોડી વિગેરે
આઈટમો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.
લોઅર કે.જી. થી ધો.10 સુધીના લાડલા દીકરા-દીકરીઓએ જ્ઞાન તેના કૃત્યથી સાચુ ઠરે છે. આ બોધને સાર્થક કરતા વિદ્યાર્થીઓએ કાર્યક્રમો રજૂ કર્યા હતા. આવનાર પ્રત્યેક આમંત્રીત મહેમાનો તેમજ વાલીઓનો તાળીઓનો ગડગડાટ તથા શાબાશીઓના સુમધુર શબ્દોથી બાળકોને ખુબ જ ઉત્તેજન મળ્યું હતું.
વર્ષે ધો.10ના અંગ્રેજી માધ્યમના અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું એસ.એસ.સી. બોર્ડનું પરિણામ અનુક્રમે 100 ટકા અને આશરે 95 ટકા જેટલું આવે છે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં દેશના સારા નાગરીકો બની રહે માટે તેઓ પ્રયત્નો કરી રહ્યા છે.
સ્કૂલ્સના પ્રિન્સીપાલ શ્રીમતી શીતલબેન એ.ક્રિશ્ર્ચીયન સમગ્ર વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જીવનનું ઘડતર થાય તેવા મહામૂલ્ય કાર્યમાં દરરોજ સવારના 7:30 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી જોડાયેલા રહે છે.
હોલી રિડીયમ સ્કૂલ્સ, રાજકોટના પર્ફોમન્સ -ડે ની સફળતા માટે મેનેજીંગ ટ્રસ્ટી આશીષભાઇ એ. ક્રિશ્ર્ચિયને પ્રિન્સીપાલ શીતલબેન એ. ક્રિશ્ર્ચીયનને તથા સ્કૂલ્સના સમગ્ર સ્ટાફ પરીવાર તથા વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છા પાઠવી હતી.

 
 
 

Related News