INIFD દ્વારા આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઈનર અનુજ શર્માનો વર્કશોપ

  • INIFD દ્વારા આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઈનર અનુજ શર્માનો વર્કશોપ

રાજકોટ તા,8
શું તમે એક જ ડ્રેસ વારંવાર પહેરી થાકી ગયા છો? શું તમે કદી કલ્પના કરી છે કે એક જ ડ્રેસને કોઇ પણ પ્રકારની સીલાઈ (સ્ટીચ) કર્યા વિના અલગ અલગ રીતે ડિઝાઈન કરી પહેરી શકાય? આ બધાજ સવાલનો જવાબ આપવા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર આઈએઆઈએફડીના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઈન અનુજ શર્માનો અનોખો વર્કશોપ યોજાયો. જેમાં અનુજ શર્માએ શોધેલી અનોખી બટન મસાલા ટેકનીક આઈએનઆઈએફડીના ફેશન ડિઝાઈનના વિદ્યાર્થીઓને શીખવી. જેમાં એક જ કાપડમાંથી સોય-દોરા કે સીલાઈ વિના કઇ રીતે અનેક ડિઝાઈન બનાવી શકાય તે શીખવ્યું હતું. સાથોસાથ ફેશન ફંડા અને ફેશન વર્લ્ડના નવા ડિઝાઈન ટ્રેન્ડ્સ, નિટ ફેબ્રીક્સની ડ્રેપિંગ, બટન મસાલા ટેકનીક્સ પર સંશોધન, સીલાઈ વિના કપડા પહેરવા વગેરે જેવી અનોખી અને અદભૂત બટન મસાલા ટેકનીક ફેશન ડિઝાઈનના વિદ્યાથર્સીઓ માટે આયોજીત ડિઝાઈન વર્કશોપમાં શીખવી હતી. વધુમાં આઈએનઆઈએફડી રાજકોટના વર્ષ 2018માં પાસ થયેલ વિદ્યાર્થીઓને અનુજ શર્માના હસ્તે પદવી પણ એનાયત કરવામાં આવી હતી.
ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાતે આવેલા આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઈન અનુજ શર્માએ જણાવ્યું હતું કે 2009માં લેકમે ફેશનવિક દરમિયાન તેમને આ અનોખી સીલાઈ વગરના કપડા ડિઝાઈન કરવાની ટેકનીકનો આઈડયા આવ્યો હતો. એ વખતે તેમણે એક જ ડ્રેસનો ઉપયોગ કર્યો હતો. એ પછી તેમને આનું સંપૂર્ણ કલેકશન લોન્ચ કરેલું અને એક જ ડ્રેસને હજાર રીતે ડીજાઈન બનાવી ખ્યાતી પણ મેળવી. અનુજ શર્માએ ભારત ઉપરાંત અનેક દેશોમાં તેણે વિકસાવેલી પધ્ધતિના અનેક વર્કશોપ કર્યા છે અને અનેક સન્માન પણ મેળવ્યા છે.
આ અનોખી બટન મસાલા ટેકનીકમાં કોઇ પણ પ્રકારની સીલાઈ, સોઈ કે દોરાનો ઉપયોગ કરાતો નથી. ટાઈ એન્ડ ડાઈ જેવી ક્ધસ્ટ્રકશનની ટેકનીક કે જેમાં ફક્ત રબ્બર બેન્ડ્સ અને બટન કે તેના જેવી ગોળ વસ્તુનો ઉપયોગ કરાય છે. જેમાં એકદમ ઓછો સમય લાગે છે, કપડાને કાપવું નથી પડતું અને એક જ સાઈઝ દરેકને ફિટ થઇ શકે છે જેથી કાપડનો બચાવ થાય છે તે નકામું જતું નથી. જેને ગમે ત્યારે ખોલી ફરીથી જે બનાવવું હોય તે બનાવી શકાય છે. આ ટેકનીકને એક થી દોઢ કલાકમાં કોઇ પણ શીખી શકે છે. જે પહેરવાથી તે નીકળી જવાનો જરા પણ ભય રહેતો નથી.
આઈએનઆઈએફડી રાજકોટના સેન્ટર ડિરેક્ટર નૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, ફેશનના વિદ્યાર્થીઓને સીલાઈ વિના કપડા પહેરવાની અનોખી ટેકનીકના નોલેજ સાથે બેગ્સ, જવેલરી, ફૂટવેર હોમડેકોરનું પણ જ્ઞાન આપવા આ અનોખા ડીઝાઈન વર્કશોપનું આયોજ કરાયું હતું. જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વધુમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ કે જેઓએ વર્ષ 2018માં ફેશન અને ઈન્ટીરિયર ડિઝાઈનની પરીક્ષા પાસ કરી લીધી છે. તેમનો પદવીદાન સમારંભ પણ આ તકે યોજાયો હતો.