ICICI બેંકે આઇમોબાઇલ એપ પર રોબો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફીચર ‘મની કોચ’ લોંચ ર્ક્યું

  • ICICI  બેંકે આઇમોબાઇલ એપ પર રોબો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફીચર ‘મની કોચ’ લોંચ ર્ક્યું

મુંબઇ તા.8
આઇસીઆઇસીઆઇ બેંકે ગ્રાહકો માટે ભારતની પ્રથમ ઓટોમેટેડ અને રોબોટિક્સ આધારિત ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી મોબાઇલ એપ્લિકેશન- ‘મની કોચ’ લોંચ કરી હતી. જ્યારે આ સોફ્ટવેર રોબોટિક્સ ઓટોમેટેડ પર્સનલ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી પ્લેટફોર્મ પર આધારિત છે, ત્યારે આ ગ્રાહકોને સાતત્યપૂર્ણ રીતે અને સૂચિત પોર્ટફોલિયોમાં રોકાણ કરવા રોકાણ કરી શકાય એવા ભંડોળનું નિર્માણ કરવામાંથી ગ્રાહકની રોકાણની સંપૂર્ણ સફરનું વ્યવસ્થાપન કરવામાં તેમની ભવિષ્યની રોકાણની યોજના બનાવવામાં મદદ મળશે તેમજ 247 એનાં પર નજર રહેશે. સર્વિસ નિ:શુલ્ક ધોરણે મળે છે અને લક્ષ્યાંક આધારિત ઇન્વેસ્ટમેન્ટ એડવાઇજરી માટે સક્ષમ બનાવે છે.
‘મની કોચ’ દેશની પ્રથમ અને એકમાત્ર સોફ્ટવેર રોબોટિક્સ અલ્ગોરિધમ સંચાલિત મોબાઇલ પર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી એપ્લિકેશન છે. ઉપરાંત ગ્રાહકનાં નાણાકીય વ્યવહારોનું અવલોકન કરવા ઉપરાંત આ નાણાકિય મજબૂતિનો રિપોર્ટ પણ આપે છે, જે કટોકટીનાં કેસમાં તૈયારનાં પગલાં, આવક અને ખર્ચ પર નજર, ક્રેડીટ કાર્ડનાં વપરાશ અને લોનની ભરપાઇ કરવા ગ્રાહકની ક્ષમતા રજૂ કરે છે. સિંગલ ક્લિકમાં આ મ્ચ્યુચ્યુઅલ ફંડ માટે આ પેપરલેસ કેવાયસી રજૂ કરે છે અને ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા લાવે છે, જે બેંકોમાં સૌપ્રથમ છે.
આ સુવિધા ગ્રાહકોને અનુકૂળતાનું નવું સ્તર પ્રસ્તુત કરે છે, કારણ કે આ મ્ય્ચુચ્યુઅલ ફંડ માટે એમનાં કેવાયસી રજિસ્ટ્રેશનની લાંબી અને પેપર ધરાવતી પ્રક્રિયાનું સ્થાન લે છે.