જેતપુરના અમરાપરામાં સરકારી જમીનમાં દબાણ કરી ધતિંગ લીલા કરતો મુજાવર ઝડપાયો

રાજકોટ તા,8
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અમરાપરા સીમમાં દરગાહની આડમાં છેલ્લા ચાર માસથી દોરા-ધાગા, ઇલમ, અસાધ્ય રોગ મટાડવા, દુ:ખ-દર્દ મટાડવાના નામે રૂપિયા ખંખેતરો મુંજાવર ઈકબાલ મહમદ પાણખાણીયા મેમણ સાગ્રીતો દિલીપસિંહ દરબાર પીઠડીયાનો ભાવેશ ચાવડાની ધંતિગલીલાનો ભારતજન વિજ્ઞાન જાથાની ટીમે જેતપુર તાલુકા પોલીસની મદદથી 1158મો સફળ પર્દાફાશ કર્યો હતો. પીડીતાએ ત્રણ લાફા મારી દેતા મુંજાવર હેબતાય ગયો હતો. મુંજાવરે ધતીંગલીલાની કબુલાત આપી જાહેરમાં માફી માંગી
દોરા-ધાગા, કપટલીલા બંધની જાહેરાત કરી દીધી હતી.
બનાવની વિગત પ્રમાણે જેતપુરના અમરાપર સીમમાં છેલ્લા કેટલાક સમયથી દરગાહની આડમાં દોરા-ધાગા, અસાધ્ય રોગ, દુ:ખ-દર્દ મટાડવાના નામે મુંજાવર તેના સાગ્રીતોની મદથી યેનકેન છેતરપીંડી કરે છે તેવી રજુઆત રૂબરૂ, ટેલીફોનીક પીડીત લોકોએ આપી હતી. મુંજાવર રીક્ષા ચલાવે છે તે મૂળ જૂનાગઢ હાલ જેતપુર વસવાટ કરે છે. રૂપિયા સંબંધી ચોંકાવનારી હકીકત જાથાને આપવામાં આવી હતી.
ગુરૂવાર-શુક્રવાર બપોરના બે થી મોડી રાત સુધી દોરા-ધાગા જોવાનું કામ કરે છે. દાન પેટીમાં રૂપિયા નખાવવા, આયુર્વેદિક દવાના બદલામાં રૂપિયા ખંખેરવા, દોરા-તાવીજ, મુંઠચોટ યંત્ર આપી અનેક પ્રકારની છેતરપીંડી કરે છે. દરગાહ અવાવરૂ સરકારી જગ્યામાં બનાવવામાં આવેલી હોય અઘટિત બનાવ સંબંધી આશંકા બહાર આવી હતી. તપાસ કરનાર કાર્યકરોએ જલ્દી મુંજાવર-સાગ્રીતોનો ભાંડાફોડ લોકહિતમાં સાબિત થશે તેવું જણાવી જાથાને રીપોર્ટ આપ્યો હતો.