જિલ્લા પંચાયતના જેતપુર-ઉપલેટાના સભ્યોને રૂપિયા 25-25 લાખ મળ્યા?!December 08, 2018

જસદણનાં કોંગ્રેસના ઉમેદવારનો વીડિયો સાચો કે ખોટો ? રાજકોટ તા,8
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીના જંગમાં આજરોજ નવા-નવા અખતરા અને તરકીબો અખત્યાર કરવામાં આવી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ માટે આ બેઠક પ્રતિષ્ઠાના જંગ સમાન હોય રોજેરોજ નવી-નવી અફવાઓ બહાર આવી રહી છે. તેમજ વીડિયો પણ વાઈરલ થઇ રહ્યા છે. તેવામાં કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઇ નાકિયાનો વધુ એક વીડિયો વાઈરલ થયો છે તેમાં અવસરભાઇ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યોને ખેડવવા ભાજપે રૂા.25-25 લાખ આપ્યાનું જણાવી રહ્યા છે.
બહાર આવેલા એક વીડિયોમાં અવચરભાઇ નાકીયા બોલી રહ્યા છે કે મેં કોઇ દિવસ ભાષણ નથી કર્યુ, કોઇ દિવસ ઉભો થયો નથી આતો માથે પડી એટલે... અમને કોઇ દિવસ કયાંય ઉભા થાવા જ નથી દીધા. કુંવરજીભાઇ કહે કે હાલો... એટલે હાલો, અમે કાયમ પાછળ હાલ્યા છીએ...કયારેય સ્વાર્થ જોયો નથી.
વધુમાં વીડિયોમાં નાકીયા બોલતા જણાય છે કે અહીંયા કોઇ એવું કહેતા હોય કે બાવળિયા સાહેબે સમાજના દિકરાને કે અન્ય કોઇ સમાજના દિકરાને પાંચ હજારની મદદ કરી હોય તેવું નથી.
આવો એકેય દાખલો નથી અને આજે આવડો મોટો વિશ્ર્વાસઘાત કર્યો છે, આ બધાય અકલમઠા છે, જિલ્લા પંચાયતના સભ્યો કોળીના, ગયાએ...
જાવુ તું તોય વાંધો નહીં પણ કોઇએ પુરી કિંમત તો લીધી નહીં, જેતપુર-ઉપલેટામાં શું કામ 25-25 લાખ દીધા? જસદણની પબ્લીક એવી છે કે, હુઁ આજે કોંગ્રેસ મુકીને ભાજપમાં જાવને... તો મારી સાથે કોઇ 25 મત આવે તેમ નથી, આ વિસ્તારની તાસીર જ એવી છે. આતો સાહેબ ગયા એટલે હું બોલવા માંડ્યો, નહીંતર હું કયારેય ભાષણ આપવા ઉભો થયો નથી.

 
 
 

Related News