એક લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સ્વચ્છતાનું ‘જ્ઞાન’ આપશે મહાપાલિકા

  • એક લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સ્વચ્છતાનું ‘જ્ઞાન’ આપશે મહાપાલિકા
  • એક લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સ્વચ્છતાનું ‘જ્ઞાન’ આપશે મહાપાલિકા

રાજકોટ તા,8
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ ડિપાર્ટમેન્ટ તરફથી શરૂ થયેલ સ્વચ્છ સર્વેક્ષણનો પાયાનો સિધ્ધાંત છે કે, સ્વચ્છતા અને તેના સિદ્ધાંતો અંગેની તાલીમ પાયાથી જ મળે અને સ્વચ્છતાનો સંદેશ ઘર-ઘર તેમજ જન-જન સુધી પહોંચે તેવા હેતુથી ઘન કચરા વ્યવસ્થા પણ અને સ્વચ્છ ભારત મિશન અંગે વિદ્યાર્થીઓ સમજી શકે તે માટેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે. આ અભ્યાસક્રમ ટ્રેનર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવેલ. જેના અનુસંધાને 10 ડીસેમ્બર 2018 હ્યુમન રાઈટ્સ ડેના દિવસે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવાનું નક્કી કરેલ છે. આ માટે રાજકોટ શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 77 શાળાના કુલ 15,000 જેટલા વિદ્યાર્થીઓ તથા લગભગ 325 જેટલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના 50,000 જેટલા વિદ્યાર્થીઓ એક જ શહેરમાં એક જ સમયે પરિક્ષા આપશે. જે પૈકી, મુખ્ય છ સ્થળોએ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, અટલ બિહારી બાજપેયી ઓડીટોરીયમ તથા હેમુ ગઢવી ઓડીટોરીયમ ખાતે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના લગભગ 5,000 વિદ્યાર્થીઓ તથા ઈસ્ટ ઝોનમાં આવેલ શાળા નં.78, સેન્ટ્રલ ઝોનમાં આવેલ શાળા નં.63 તથા વેસ્ટ ઝોનમાં આવેલ શાળા નં.91 ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાના લગભગ 3,200 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. આ સિવાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની જુદી જુદી શાળા તથા જુદી જુદી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો સાથે આ પરિક્ષા લેવામાં આવનાર છે. આ માટેના પેપર રાજકોટ મહાનગર પાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતેથી 22 સીઆરસી અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ 10 રૂટથી પહોચાડવામાં આવશે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે માટે વિવિધ પ્રવુતીઓ હાથ ધરેલ. આ પરીક્ષામાં 60,000થી વધુ ધોરણ. 5 થી ઉપરના વિદ્યાર્થીઓ એકી સાથે પરીક્ષા આપશે, આ પરીક્ષા 30 મીનીટની યોજાશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર આ પરીક્ષામાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો દ્વારા ખુબ સહયોગથી પરિક્ષા લેવામાં આવશે. આ પરિક્ષાની અમદાવાદ સ્થિત સંસ્થા ઇન્ડિયા રેકોર્ડ્સ દ્વારા રેકર્ડ રજીસ્ટર કરવામાં આવશે. તેમજ લીમકા બુક ઓફ રેકર્ડ દ્વારા પણ આ પરિક્ષાનુ રજીસ્ટ્રેશન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પરિક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા દ્વારા સર્ટીફિકેટ આપવામાં આવશે.
પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ (વેસ્ટ ઝોન) ખાતે મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કાશ્મીરાબેન નથવાણી વિગેરે ઉપસ્થિત રહેશે. જયારે ઇસ્ટ ઝોન ખાતે અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ઉપસ્થિત રહેશે અને સેન્ટ્રલ ઝોનમાં હેમુગઢવી ઓડીટોરીયમ ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, મહામંત્રી જીતુભાઈ કોઠારી, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા વિગેરે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા બોર્ડની સ્કૂલ ડો. ઝાકીર હુસેન પ્રા. શાળા નં.91,(વેસ્ટ ઝોન) ખાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.01ના કોર્પોરેટર બાબુભાઈ આહીર, આશિષભાઈ વાગડિયા, અંજનાબેન મોરજરીયા, વોર્ડ અગ્રણી ચારુબેન ચૌધરી, શ્રી સર્વપલ્લી રાધાક્રિષ્નન પ્રા. શાળા નં.63,(સેન્ટ્રલ ઝોન) ખાતે નગર પ્રા. શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, પૂર્વ મેયર જનકભાઈ કોટક, વોર્ડ નં.16 પ્રભારી ભુપતભાઈ બોદર, વોર્ડ પ્રમુખ સુરેશભાઈ વસોયા, મહામંત્રી હિરેનભાઈ ગૌસ્વામી, શ્રી હોમી જહાંગીર ભાભા પ્રા. શાળાનં.78,(ઇસ્ટ ઝોન) ખાતે કોર્પોરેટર દેવુબેન જાદવ, સજુબેન કાળોતરા, શિક્ષણ સમિતિ સભ્ય ભાવેશભાઈ દેથરીયા વિગેરે ઉપસ્થિત રહેશે. આ પરિક્ષા અભિયાનને સફળ બનાવવા માટે મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ અજયભાઈ પટેલની આગેવાની હેઠળ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ તથા શાળા બોર્ડના સભ્યો અને અધિકારીઓ તથા સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ મંડળના મહામંત્રી અવધેશભાઈ કાનગડ, કારોબારી સભ્ય મેહુલભાઈ પરવડા, પરિમલભાઈ પરવડા, જયદીપભાઈ જલુ, પુષ્કરભાઇ રાવલ, રાણાભાઇ ગોજીયા, જતીનભાઈ ભરાડ, ભરતભાઈ ગાજીપરા તેમજ જુદી જુદી શાળાઓના સંચાલકો શાળા મંડળના હોદેદારશ્રીઓ ઉપસ્થિત જહેમત ઉઠાવી રહ્યા છે.