વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સામાજિક જવાબદારી નિભાવે: ઓપી કોહલીDecember 08, 2018

52 છાત્રોને ગોલ્ડ મેડલ: રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી, ઈન્ચાર્જ કુલપતિ, સિન્ડીકેટ સભ્યો, ભવનના વડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
રાજકોટ તા.8
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આયોજિત 53માં પદવીદાન સમારોહમાં કુલાધિપતિ અને રાજયપાલશ્રી ઓ.પી.કોહલીએ સ્વર્ણપદક પ્રાપ્ત કરનાર દિક્ષાર્થિઓ સહિત પદવીપ્રાપ્ત કરનાર સૌ દિક્ષાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે યુવાવર્ગ એ દેશની આગવી સંપત્તિ છે અને દેશના વિકાસમાં શિક્ષિત યુવાવર્ગનો ફાળો હરહંમેશ મહત્વનો બની રહેશે. આધૂનિક ટેકનોલોજીના યુગમાં અને વૈશ્વીકરણના સાંપ્રત સમયમાં શિક્ષણએ કૌશલ્યવર્ધક અને યુવાવર્ગ માટે સ્વાવલંબનપ્રદ બની રહે તે મહત્વપૂર્ણ છે તેમ જણાવતાં યુનિવર્સીટીઓને પણ આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનવા અને શિક્ષણક્ષેત્રે તદુંરસ્ત હરિફાઇમાં આગવું સ્થાન જાળવવા અનુરોધ કર્યો હતો. આ તકે રાજયપાલશ્રી કોહલીએ દિક્ષાર્થીઓને આધુનિકતા સાથે પરંપરા અને સાંસ્કૃતિક ધરોહરનો સમન્વય સાધી રાષ્ટ્રને વિકાસના દિશામાં અગ્રેસર કરવા અપીલ કરતાં યુનિવર્સીટીમાં શિક્ષણની આધુનિક સવલતો સાથે વિવિધ સંશોધનોને પ્રાધાન્ય આપવા ભાર મૂકયો હતો. તેમણે આધુનિક શિક્ષણ સાથે ગુણાતત્મકતામાં પણ અનેકગણો વધારો થવાની આશા વ્યકત કરી હતી. તેઓએ શિક્ષિત યુવાવર્ગને સામાજીક જવાબદારીઓ નિભાવવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. આ તકે તેઓએ યુનિવર્સીટીના વિકાસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમની કૌશલ્યતાનો લાભ આપે તેવો અનુરોધ કર્યો હતો.
પદવીદાન સમારોહમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી વિભાવરીબેન દવેએ સર્વે પદવીધારક વિદ્યાર્થીઓને તેમના ઉજ્વવળ ભવિષ્ય માટે શુભ કામના પાઠવી હતી. આજના દિવસે જુદી જુદી શાખાના 49,888 વિદ્યાર્થીઓને મહાનુભાવો હસ્તે પદવી એનાયત કરાઈ હતી. વર્ષ 2017-18 ના કુલ 52 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
ઉપ કુલપતિ શ્રી નીલામ્બરીબેન દવેએ પ્રાસંગિક પ્રવચનમાં તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના શુભ ભવિષ્ય માટે આશિષ પાઠવ્યા હતા. યુનિવર્સીટીના રજિસ્ટ્રાર શ્રી ધીરેન પંડ્યાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રંસગે પરિક્ષા નિયામકશ્રી ડો. અમિત પારેખ, વિવિધ શાખાના ડીન, કોલેજોના પ્રતિનિધિઓ
તેમજ ભવનના પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 
 
 

Related News