ભાજપના હિંદુત્વથી હજુ સંતોષ નથી: વિહિપDecember 08, 2018

 રાજકોટમાં 16મી ડિસેમ્બરે ઢેબરભાઇ ચોકમાં ભવ્ય સભા, સંતો-મહંતો રહેશે ઉપસ્થિત
રાજકોટ તા.8
રાજકોટમાં 16મી ડિસેમ્બરે વિશ્ર્વ હિંદુ પરીષદની અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટેનું એલાન કરવામાં આવશે ત્યારે સંગઠનમંત્રી ગોપાલજી ભટ્ટે એક પત્રકાર પરીષદનું આયોજન કર્યુ હતું.
ભાજપના હિંદુત્વથી તમને સંતોષ છે તેના જવાબમાં ગોપાલજીએ જણાવ્યું હતું કે હજુ ભાજપથી જોઇએ તેટલો સંતોષ નથી થયો. હજુ ઘણુ કરવાનું બાકી છે પણ જો ર019 માં ફરીવાર નરેન્દ્રભાઇ મોદી સતામાં આવે તો આ તમામ કાર્ય પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું.
આગામી દિવસોમાં રામ મંદિર બનશે. સુપ્રિમ કોર્ટની હવે રાહ નહીં જોવાય કરોડો હિંદુઓની ધીરજ
ખુટી રહી છે.
વિશ્ર્વ હિંદુ પરીષદના (રાજસ્થાન અને ગુજરાત) ક્ષેત્રીય સંગઠનમંત્રી ગોપાલજી ભટ્ટની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તેમને નીચે મુજબની વિગતો જણાવેલ છે.
મર્યાદા પુરૂષોતમ શ્રીરામ આરાધ્ય દેવ છે. ભગવાન શ્રીરામના જન્મસ્થાન અયોધ્યામાં તેમનું ભવ્ય મંદિર તાત્કાલીક નિર્માણ થાય તેવી કરોડો હિંદુઓની અપેક્ષા છે.
સંતોના આદેશ મુજબ વિહીપ 1984 થી સતત રામ જન્મભૂમિ માટે આંદોલન કરી રહ્યું છે. ર0 કરોડથી પણ વધુ લોકો આ આંદોલનમાં સહભાગી થઇ ચુકયા છે અને હજારો રામભક્તો શહીદ થયા છે. 19પ0 થી રામ જન્મભૂમિ માટે કેસ અદાલતમાં પણ લડી રહ્યાં છીએ. 68 વર્ષથી લાંબા સમય સુધી ન્યાય મળ્યો નથી. હવે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે રામ જન્મભૂમિના કેસને તત્કાલ સાંભળવા માટેની દલીલને ઇન્કાર કરતા કહેલ કે આ કેસ પ્રાથમીકતામાં નથી આવું કહીને અમારી બધી આશા ઉપર પાણી ફેરવી દીધું અને અમને નથી લાગતું કે હવેના ન્યાયધીશ રામજન્મભૂમિના કેસને સાંભળી જલ્દી નિર્ણય દેશે.
એટલા માટે કેન્દ્ર સરકાર સંસદમાં કાનુન બનાવીને રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ કરે અને મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરે એવો શ્રધ્ધેય સંતોનો આદેશ છે. દેશભરના બધા સંસદીય ક્ષેત્રોમાં વિશાળ જનસભાના માધ્યમથી જનભાવનાને જગાડવા માટે તેમજ બધા સાંસદોને આવેદન આપી સંસદમાં જે વિધાયક મુકાય તેને સમર્થન કરવાનો આગ્રહ કરશે.
ગુજરાતના બધા સંસદીય ક્ષેત્રમાં ડીસે. મહિનામાં તા.9, 16, 18 ની તારીખોમાં સભાઓ થશે. રાજકોટના સંસદીય ક્ષેત્રમાં તા.16 ડીસે.ના સાંજે 7 વાગ્યે ઢેબરભાઇ ચોક, ત્રિકોણબાગ ખાતે ધર્મસભા થશે. જેમાં વિવિધ સંપ્રદાયના બધા સંતો ભાગ લેશે તથા હજારોની સંખ્યામાં રામભકતો સહપરીવાર ભાગ લેશે અને ભાગ લઇ રામજન્મ ભૂમિ ઉપર ભવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ થાય એ માટે તેમનું
યોગદાન આપશે.