વ્યસન ત્યજવાથી બચતા પૈસાની સેના માટે કરાવી ફિક્સ ડિપોઝિટ

  • વ્યસન ત્યજવાથી બચતા પૈસાની સેના માટે કરાવી ફિક્સ ડિપોઝિટ

 મા ભોમનાં કાજે પ્રાણ ન્યોછાવર કરતા સૈનિકો માટે રૂા.33000નો ફાળો આપ્યો
જામનગર તા.8
સશસ્ત્ર સેના ધ્વજદીનની ઉજવણી તા. 07 ડિસેમ્બરના રોજ દેશભરમાં કરવામાં આવે છે આ ઉજવણીના ભાગરૂપે આજરોજ કલેકટર રવિશંકરએ શસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીની શરૂઆત કરાવેલ હતી અને રૂ. એક હજારનું રોકડમાં અનુદાન આપેલ હતું. આ પ્રસંગે જાહેર જનતાને દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા અને આ દિનથી શરૂ થનાર શસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓ/ કર્મચારીઓ, શાળા, કોલેજોના પ્રિન્સીપાલો, દાતાઓ, માજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા કલેકટર રવિશંકરએ અપીલ કરી હતી. આ ફાળાની રકમ કલેકટર અને પ્રમુખ, જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગર ખાતે ચેક ડ્રાફટ કે રોકડથી સ્વિકારવામાં આવે છે આ કચેરીનો સંપર્ક નંબર 0288 2558311 છે. જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી યોગેશ ચૌધરી, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા અને એરફોર્સ એસોસીએશનના સેક્રેટરી કે.પી.સીંગ દ્વારા પણ તેમનું યોગદાન આપી દેશના વીર જવાનો પ્રત્યેે પોતાની લાગણી વ્યક્ત
કરી હતી. આજના યુવાનો માટે એક મિશાલ હરીભાઇ ભાનુશાળી દ્વારા તમાકુનું વ્યસન ત્યજી તેમાંથી બચતા પૈસાની ફિક્સ ડીપોઝીટ કરાવી અને દર વર્ષે શસ્ત્ર સેના ધ્વજ દિનના અવરસે આજીવન રૂ. 33,000/-નો ઉદાર હાથે ફાળો આપે છે. આ પ્રસંગની દરેક ક્ષેત્રે સુચારૂ ઉજવણી થાય અને સરકારએ ફાળવેલ ભંડોળનુ લક્ષ્યાંક પુર્ણ થાય તે માટે રાત-દિવસ લોકસંપર્ક કરી માહિતીનું વિતરણ કરનાર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરના નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપકુમાર વાયડા, રેખાબેન દુદિકીયા, રમેશભાઇ ડાંગર, રાજુભાઇ ચૌહાણ, એનસીસી કેડેટસ જાડેજા સત્યપાલસિંહ, બગડા વિજય પણ હાજર રહ્યા હતા અને તેઓની કામગીરીને કલેક્ટરશ્રી રવિશંકરએ બીરદાવી હતી.