ખીરસરા GIDC, ક્ધટેનર ડેપોની જમીનમાં ભાવઘટાડો

  • ખીરસરા GIDC, ક્ધટેનર ડેપોની જમીનમાં ભાવઘટાડો

 તોતિંગ પ્રીમીયમની રકમ ભરવા સરકારી સંસ્થા જ અસક્ષમ: અન્ય જિલ્લાની માફક રાહત આપવા ગ્રેટર ચેમ્બરની મુખ્યમંત્રીને રજૂઆત
રાજકોટ તા.8
વિજયભાઇ રૂપાણી ગુજરાત રાજયના ફરી વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા બાદ રાજકોટમાં વિકાસના કાર્યોની વણઝાર સર્જાયેલ છે. રાજકોટની અનેક માંગણીઓને મંજુરી આપી વિકાસના કાર્યોની જડપ વધારેલ છે. તે તેઓની રાજકોટ પ્રત્યેની રહેલ લાગણીનું પ્રતિબિંબ દર્શાવે છે.
મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા મુજબ નિકાસ વેપારને વૃદ્ધિ આપવાના હેતુથી રાજકોટ ખાતે ક્ધટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે જે ભારતીય રેલવેની સહોયગી સંસ્થા છે. તેઓની સાથે ગત વાઇબ્રન્ટ ગુજરાત સમીટ દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા એમ.ઓે.યુ. કરી ક્ધટેનર ડિપોની સ્થાપના કરવા અંગે જાહેરાત કરવામાં આવેલ. આ ક્ધટેનર ડિપો માટે પરાપીપળીયા પાસે આવેલ સરકારી જમીનની પસંદગી કરવામાં આવેલ છે. સરકાર તરફથી આ જમીનની ફાળવણી ભાવ ખુબ જ ઉંચા દરે નક્કી કરવામાં આવેલ છે. તેથી આવી ઉંચા દરની જગ્યા મોંઘી પડતી હોય, ક્ધટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને આ જગ્યામાં રોકાણ કરવું ફળદાયક લાગતું નથી. તેથી આ ક્ધટેનર ડિપો કરવાનો ઇરાદો બદલાય જતા હવે રાજકોટમાં આવા પ્રકારનો ક્ધટેનર ડિપો થઇ શકશે નહી. પરંતુ જો ગુજરાત સરકાર ક્ધટેનર ડિપો માટેની જમીન ઓછા દરે ફાળવે તો જ શક્ય બની શકે.
આ જ રીતે ખીરસરા પાસે નવી રચાનાર જી.આઇ.ડી.સી.ને અંદાજીત 96 એકર જગ્યાની કલેક્ટર મારફત પ્રાથમીક રીતે ફાળવણી કરવામાં આવેલ છે અને તે અંગે અંદાજીત રૂપીયા 256 કરોડ રૂપીયા જી.આઇ.ડી.સી.એ જમા કરાવવાના બાકી છે. આ જમીનનો ભાવ અંદાજીત રૂપીયા 6000 પ્રતિ ચો.વાર. ગણવામાં આવેલ છે. આ ભાવ ઉપરાંત જી.આઇ.ડી.સી. તરફથી વધારાનો ડેવલપમેન્ટ ચાર્જ ઉમેરી ઉદ્યોગકારોને જરૂરિયાત મુજબ જમીન ફાળવણી થનાર છે. આમ ઉપરોક્ત દર્શાવેલ ચાર્જ બજારકિંમતની સરખામણીમાં લગભગ સરખો થતો જણાય છે. તેથી નાના ઉદ્યોગો આવા ઉંચા ભાવની જમીન ખરીદી પોતાના કારખાના કરી શકે નહી. અને નાના ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન મળી શકે નહી.
જ્યારે સાણંદ કે મહેસાણા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં મોટા ઉદ્યોગોની સ્થાપના કરવા માટે આવા ઉદ્યોગો સ્થાપવા પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. જ્યારે સૌરાષ્ટ્રના મધ્યભાગ સમાન રાજકોટ જેવા ક્ષેત્રને સમગ્ર દેશમાં નાના ઉદ્યોગના વિકાસની હબ ગણવામાં આવી રહેલ છે. ત્યારે નવી સ્થાપિત જી.આઇ.ડી.સી.ની કે કેન્ટેનર ડિપોની જમીન પણ સરકાર દ્વારા ટોકન દરે કે રાહત ભાવે આપી નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી ન્યાય આપવો જોઇએ. અગાઉના વર્ષોમાં ગુજરાત રાજયમાં જુદા જુદા ક્ષેત્રમા જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરી નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવામાં આવતા ગુજરાત રાજયમાં આવા ઉદ્યોગોનો બહોળા પ્રમાણમાં વિકાસ થયેલ છે. અને આવા ઉદ્યોગો દ્વારા મોટા પ્રમાણમાં રોજગારી મળી શકેલ છે. જ. ધ્યાને લઇ ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજુઆત કરવામાં આવેલ છે. તેમ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઇ દોશી દ્વારા જણાવવામાં આવેલ છે.