દંપતી વચ્ચે ઝઘડો થતા પતિનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

  • દંપતી વચ્ચે ઝઘડો થતા પતિનો  ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

ઘનશ્યામનગરમાં યુવાને ઝેરી પદાર્થ ખાધો
રાજકોટ, તા. 8
શહેરના હાથીખાના વિસ્તારરમાં રહેતા ચિરાગ ભરતભાઈ ભાયાણી નામના 30 વર્ષના વાણંદ યુવાનને તેની પત્ની અનિતા સાથે ઝઘડો થયો હતો યુવાનને માઠુ લાગી જતા તેણે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જયારે બીજા બનાવમાં સહકાર રોડ ઉપર નંદા હોલ પાસે ઘનશ્યામનગરમાં રહેતા મનિષ હરેશભાઈ હરીયાણી નામના 22 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી પદાર્થ ખાઈ લેતા તેને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત શિવમપાર્ક વિસ્તારમાં રહેતી ધારાબેન વિપુલભાઈ ડોડીયા ઉ.વ.30 એ ભુલથી ફિનાઈલ પી લેતા સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.