લોકઅદાલતમાં અકસ્માતના બે કેસમાં રૂા.1.90 કરોડનું વળતર ચૂકવાયું

  • લોકઅદાલતમાં અકસ્માતના બે કેસમાં રૂા.1.90 કરોડનું વળતર ચૂકવાયું

    રાજકોટમાં યોજાયેલી મેગા લોકઅદાલતમાં મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા
રાજકોટ તા,8
રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ દ્વારા જિલ્લા અને તાલુકાની અદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં યોજાયેલી મેગા લોક અદાલતમાં મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા. આ લોક અદાલતમાં વાહન અકસ્માતના બે કેસોમાં રૂા.1.90 કરોડનું વળતર ચુકવવામાં આવ્યું હતું.
રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, રાજકોટ દ્વારા જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ કોર્ટમાં ચાલતા મોટર વાહન અકસ્મ્ાતના વળતરના કેસો પૈકી બે કેસોમાં અરજદારોને વીમા કંપની ટાટા એ.આઈ.જી.જનરલ ઈન્સ્યુરન્સ કાું.લી. દ્વારા અનુક્રમે રૂા.90 લાખ અને રૂા.1 કરોડ રકમમાં સમાધાન કરેલું. અને વિમા કંપની દ્વારા અરજદારોને ચેક વિતરણ કરવામાં આવેલો હતો. આ કેસોમાં અરજદાર વકીલ રાજેન્દ્ર પી. ડોરી તથા વિમા કંપનીના વકીલ સુનીલ એચ. મોઢા તથા વિમા કંપનીના સીનીયર મેનેજર પારસ શાહના ભગીરથ પ્રયત્ન દ્વારા સુખદ સમાધાન પક્ષકારો વચ્ચે થયું હતું. સદરહું બને કેસોમાં લોકઅદાલતમાં સમાધાન થતાં ગુજરનારાના વારસદારોને વળતરની રકમ તાત્કાલીક મળવાથી તેઓને આર્થિક રીતે ઘણી રાહત થશે તેમજ તેઓના જીવનનિર્વાહ માટે અને અન્ય તાત્કાલીક ખર્ચાઓને પહોંચી વળવા માટે આ રકમ ખૂબ
મદદમાં આવશે.