RTOમાં GJ-03-KS અને KH માટે નંબરોની નવી સિરીઝ ખુલશે

  • RTOમાં  GJ-03-KS અને KH માટે નંબરોની નવી સિરીઝ ખુલશે

 ગોલ્ડન, સિલ્વર નંબર મેળવવા અલગ-અલગ ભાવ: કેએસનું
તા.21 અને કેએચ
માટે તા.12 સુધી ઓનલાઇન ઇ-ઓકશન
રાજકોટ તા.8
રાજકોટ આરટીઓ કચેરી ખાતે મોટર સાયકલ માટે નંબરોની નવી સીરીજ શરૂ કરવામાં આવશે જેમાં જીજે-03-કેએસ અને જીજે-03-કેએચ સીરીઝના 1 થી 9999 સુધીના નંબરોનું ઇ-ઓકશન શરૂ કરવામાં આવશે તેમાં ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય નંબર માટે અલગ-અલગ ફિ રાખવામાં આવી છે.
જીજે-03-કેએસ સીરીઝના 1 થી 9999 સુધીના નંબરોનું ઇ ઓકશન શરૂ કરવામાં આવનાર છે. ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. 5000, સિલવર નંબર માટે રૂ. 2000 તેમજ અન્ય પસંદગીના નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ.1000 રાખવામાં આવેલ છે.
ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તા.12/12/2018 થી તા.18/12/2018 સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.19/12/2018 ના રોજ સવારે 11:00 કલાક થી તા.21/12/2018 ના સાંજના 04:00 કલાક સુધી ઓનલાઇન ઇ ઓકશન ચાલુ રહેશે. તેમજ જીજે-03-કેએચ સીરીઝના બાકી રહેલા ગોલ્ડન તથા સિલ્વર નંબરોનું રી-ઇ-ઓકશન શરૂ કરવામાં આવનાર છે. ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. 25000, સિલ્વર નંબર માટે રૂ. 10000 તેમજ અન્ય પસંદગીના નંબર માટે ફી રૂ.1000 રાખવામાં આવેલ છે.
ગોલ્ડન તેમજ સિલ્વર પસંદગીના નંબરો મેળવવા માટે તા.10 સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.11/12/2018 ના રોજ સવારે 11:00 કલાક થી તા.12ના સાંજના 04:00 કલાક સુધી ઓનલાઇન ઇ ઓકશન ચાલુ રહેશે. ઓકસન પૂર્ણ થયે વર્ગીકરણનું લિસ્ટ તા.12/12/2018 ના રોજ નોટિસબોર્ડ પર સાંજે 05:00 કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ-5 માં એ-પેમેન્ટ થી ભરી દેવી તેમજ હરાજીમાં નિષ્ફળ ગયેલ ઉમેદવારને દિવસ પાંચમાં નાણા પરત કરવામાં આવશે ઉપરોક્ત તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટ દ્રારા જણાવેલ છે.