દોઢ વર્ષના બાળકની શ્ર્વાસનળીમાં ફસાયેલ સોપારીનો કટકો દૂર કરાયો

  • દોઢ વર્ષના બાળકની શ્ર્વાસનળીમાં ફસાયેલ સોપારીનો કટકો દૂર કરાયો

 ધ્રોલના જલિયા માનસર ગામના બાળકને દૂરબીનથી ઓપરેશન કરી નવજીવન આપતા ડો. હિમાંશુ ઠક્કર
રાજકોટ : કાન નાક ગળા ના સર્જન ડો હિમાંશુ ઠક્કરને દોઢ વર્ષના માસુમ બાળક ની શ્ર્વાસનળી માં 10 દિવસ થી ફસાયેલ સોપારી નો કટકો દુરબીન થી કાઢી બાળકને નવજીવન આપ્યુંધ્રોલ તાલુકાનું જલિયા માનસર ગામ ના ગોપાલ ભાઈ ગામરા નો પુત્ર ધ્રુપલ (ઉ.વ.10)દિવસ થી ઉધરસ કફ શ્ર્વાસ લેવામાં તકલીફથી પરેશાન હતો અંતે રાજકોટ સ્થિત કાન નાક ગળા ના સર્જન ડો હિમાંશુ ભાઈ ઠક્કરને બતાવી સિટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે શ્ર્વાસનળી માં કંઈક ફસાઈ ગયુ છે. બાળક ના ડાબા ફેફસા માં બિલકુલ હવા જતી ન હતી આવી પરિસ્થિતિમાં ડો હિમાંશુ ઠક્કરે ખુબજ કુનેહ થી 10 દિવસ થી ફસાયેલ 1 સેન્ટિમીટર નો સોપારી નો કટકો કે જે શ્વાસનળીની દીવાલ સાથે ચોંટેલો હતો અને ફેફસા માં ઇન્ફેક્શન પણ થઈ ગયું હતું અને સોપારી કે જે ખુબજ ધારદાર હોય અને નાના બાળક ની શ્વાસનળી ખુબજ સાંકડી અને નાજુક હોય ઓપરેશન અત્યંત જોખમી હોવા છતાં આવી વિકટ પરિસ્થિતિ માં ડો ઠક્કરે કુનેહ થી દુરબીન વડે સોપારી નો કટકો ગણતરી ની મિનિટો માંજ કાઢી આપી બાળક નો જીવ બચાવ્યો હતો.