ધો.12 સામાન્ય પ્રવાહમાં સંસ્કૃતનું પેપર ધૂળેટીએ?December 08, 2018

 જાહેર રજાના દિવસે પેપર ગોઠવાતાં પરીક્ષાર્થીઓમાં ઊહાપોહ
અમદાવાદ તા,8
ગુજરાતમાં એક પછી એક વિદ્યાર્થીઓના ભાવિ સાથે થઇ રહેલાં ચેડાંની પોલ ખુલી રહી છે. હજુ તો લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડનો મામલો થાળે પડ્યો નથી. ત્યાં આજે માધ્યમિક શિક્ષણ બોર્ડનો છબરડો સામે આવ્યો છે. જી હાં, ધોરણ-12
સામાન્ય પ્રવાહની સંસ્કૃતનું પેપર ધૂળેટીના દિવસે એટલે કે રજાના દિવસે ગોઠવ્યું છે. જાહેર રજાના દિવસે પેપર હોવાની વાત વિદ્યાર્થીઓમાં ચર્ચાતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે ચર્ચા થવા લાગી હતી કે બોર્ડ આ અંગે નવી તારીખો જાહેર કરી શકે છે. પરંતુ શિક્ષણ બોર્ડના ચેરમેને કહ્યું કાર્યક્રમમાં કોઇ ફેરફાર થશે નહીં. ચર્ચા એવી પણ થઇ રહી છે કે જ્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષાની તારીખો નક્કી કરી હશે ત્યારે તેમણે જાહેર રજા ધ્યાનમાં નહીં આવી હોય? જોકે
શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહે દાવો કરતાં કહ્યું કે ધૂળેટીના દિવસે કોઈ પણ પેપર નથી. ધોરણ - 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની કોઈ તારીખ બદલાય નહીં. 8 માર્ચે સામાન્ય પ્રવાહની ઈતિહાસ અને તત્વજ્ઞાનનું પેપર છે. વર્ષોથી એક જ દિવસે લેવાય છે બે પેપર.