ઉદયપુરમાં ઇશાના લગ્ન પ્રસંગે અંબાણી પરિવાર દ્વારા અન્નસેવાDecember 08, 2018

 નારાયણ સેવા સંસ્થાનમાં તા. 8 થી 10 ડિસેમ્બર 5100 લોકોને ત્રણે ટંક ભોજન
ઉદયપુર તા.8
આઠ અને નવ ડિસેમ્બરના રોજ ઇશા અંબાણીના લગ્ન માટે ઉદયપુરમાં અંબાણી પરિવાર પહોંચી ચૂક્યો છે. આ ઐતિહાસિક શહેર પ્રત્યે સન્માન દર્શાવવા અને આશીર્વાદ લેવા માટે અંબાણી પરિવાર તરફથી સાત અને દસ ડિસેમ્બર સુધી 5100 લોકોને ત્રણે ટંકનું ભોજન આપવામાં આવશે. નોંધનીય છે કે ઇશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નના બધાં કાર્યક્રમ આઠ અને નવ ડિસેમ્બરના રોજ ઉદયપુરમાં થશે.
આ વિશેષ અન્ન સેવામાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, અજય પીરામલ, સ્વાતી પીરામલ ઉપરાંત ઇશા અંબાણી અને આનંદ પીરાઇ પણ હાજર રહેશે. આ દરમિયાન પરિવારના સભ્યોએ લોકોને ભોજન ખવડાવ્યું હતું. અને તેમના હાલચાલ પણ પૂછેલા ઉદયપુરના નારાયણ સેવા સંસ્થાનમાં આ અન્ન સેવા આવતા ચાર સિવસો સુધી ચાલશે.
લગ્નના કાર્યક્રમો ઉપરાંત આ દરમિયાન ખાસ ‘સ્વદેશ બજાર’નું પણ પ્રદર્શન થશે. જેમાં 108 ભારતીય શિલ્પ અને કલાનું પ્રદર્શન થશે. દેશભરના અલગ અલગ ખૂણેથી આ કલાનું પ્રદર્શન કરવા માટે અનેક કલાકારો આવશે. જેને માણવા માટે દેશ-વિદેશના અનેક મહેમાનો આવશે.