સોમનાથમાં વિદેશી પક્ષીઓને લાગ્યો ગાંઠિયાનો ચસ્કો...December 08, 2018

પ્રતિ વર્ષ શિયાળામાં હજારો માઈલ દૂરની હુંફાળો શિયાળો ગાળવા આવતા સાયબરીયન - સીંગલ પક્ષીઓ, પવિત્ર ત્રિવેણી નદી સંગમ કલબલાટ - કલરવથી ગૂંજી ઉઠ્યો છે. આ પક્ષીઓની ઉડા - ઉડ અને કિનારા ઉપર બેસેલા જોઈ આ
નયનરમ્ય નજારો જોઈ સૌ કોઈ યાત્રીકો મંત્રમુગ્ધ બને છે અને આ પક્ષીઓ ગાંઠિયા ખાવાના જોરદાર શોખીન છે અને યાત્રીકો જ્યારે આ પક્ષીઓને ગાંઠિયા નાખે છે ત્યારે પક્ષીઓ પડાપડી કરે છે અને તમામ ગાંઠિયા સફાચટ કરી જાય છે અને આ પક્ષીઓને કારણે બહાર ગાંઠિયા વેચતા લોકોને પણ રોજગારી મળે છે. (તસવીર : દેવાભાઈ રાઠોડ)