ધોરાજી સરકારી હોસ્પિટલમાં સ્ટાફની અછતDecember 08, 2018

 ગંભીર બીમારીઓ, અકસ્માત સમયે દર્દીઓને એમડી તબીબોનાં અભાવે જૂનાગઢ-રાજકોટ રીફર કરી દેવાય છે: લોકો પરેશાન
ધોરાજી તા,8
ધોરાજી ની સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આધુનિક હોસ્પિટલ છે ધોરાજી જામકંડોરણા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ સમાન છે પણ આ હોસ્પિટલમાં ફક્ત અને ફક્ત એમ.બી.બી.એસ ડોક્ટર છે કોઈપણ પ્રકારના નિષ્ણાંત ડોક્ટરો નથી એમડી ડોક્ટર નથી સ્ત્રી રોગ નથી બાળકોના નથી આંખોના નથી હાડકાના નથી સર્જન નથી અને ધોરાજીની બાર નેશનલ હાઇવે 8 નીકળે છે.
ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત ડો હાડકા ના ડોક્ટર ગાયનેકોલોજિસ્ટ રેડિઓલોજીસ્ટ અને સર્જન ડો આપે તો લોકોની સુખાકારીમાં વધારો થાય હાડકા ના ડોક્ટર અત્યારે કોઈ છે નહિ અકસ્માતમાં ઈજા થાય તો જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં મોકલે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ફક્ત અને ફક્ત છે જૂનાગઢ જીલ્લો ધોરાજી ધોરાજી આજુબાજુના વિસ્તારોના લોકો વચ્ચે ફક્ત એક જ હાડકા ના ડોક્ટર હોય તો એકથી દોઢ જિલ્લાના લોકો વચ્ચે એકડો કઈ રીતે પૂરા પડી શકે એ તો વિચારવું રહ્યું આ દુષ્કાળ બેકારી બેરોજગારી સમસ્યાઓમાં વચ્ચે હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરો ન હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે ગરીબ માણસો શું કરે એ ફક્ત જેની માથે મુશ્કેલી આવી પડી હોય એ જ વ્યક્તિ અને ભગવાન જાણે તને એટલી વિનંતી છે કે જેમ બને એમ ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં પૂરતો ડોક્ટરી સ્ટાફ નર્સિંગ સ્ટાફ ફાળવવામાં આવે તો ધોરાજીના લોકોને ઘણી મુશ્કેલી માંથી પાર આવી શકે એમ છે
ધોરાજી સરકારી હોસ્પિટલમાં ચાર મેડિકલ ઓફિસર ની જગ્યા છે પણ બે જ જગ્યાએ મેડિકલ ઓફિસર હાજર છે અને બે જગ્યા ખાલી છે સતર નર્સીંગ સ્ટાફ હોય જેમાં સોળ નર્સીંગ સ્ટાફ હાજર છે એક ખાલી છે જન ઔષધિ સ્ટોર સરકારી હોસ્પિટલમાં નથી છપ્પન બેડ ની હોસ્પીટલ છે દવા બારી પર પૂરતી દવાઓ મળી રહે છે પણ ધોરાજી સરકારી હોસ્પિટલ ત્રણ માળ ની ઈમારત અને અદ્યતન હોસ્પીટલ હોવાં છતાં ધોરાજી ઉપલેટા તથા જામકંડોરણા નાં તમામ દર્દી ઓ રામ ભરોસે લગભગ ધોરાજી ઉપલેટા જામકંડોરણા માં કોઈ મોટો ગંભીર અકસ્માત કે મોટી ઘટના સર્જાય તો પ્રાથમિક સારવાર આપી ને કાંતો જુનાગઢ અથવા રાજકોટ રીફર કરી દેવામાં આવે છે આમ ધોરાજી ની સરકારી હોસ્પિટલ પ્રાથમિક સુવિધા ઓ ની લીધે રામ ભરોસે.