‘25 લાખની લોટરી લાગી છે, પણ, પહેલા 16000 જમા કરાવો’December 08, 2018

ધોરાજી તા,8
રાજકોટ જીલ્લાના ઉપલેટા નાં ભાખ ગામ નાં ખેડૂત ને કેબીસી નાં નામે લોટરી લાગ્યા નો ફોન આવ્યો યોગ્ય માર્ગદર્શન થી છેતરપીંડી નો ભોગ બનતાં ઉપલેટા નાં ભાખ નો ખેડૂત બચી ગયો હતો.
રાજકોટ જીલ્લાના ઉપલેટા નાં ભાખ ગામે ખેડૂત ને ેકેબીસી નાં નામે લોટરી લાગી હોવાનો અને રૂપિયા 16.200 ભરવાનું કહેવામાં આવ્યું રકમ ભરવાં માટે ફોન આવતાં ખેડૂતે એવાં હમીર ભાઈ ભોજા ભાઈ એ ધોરાજી સરકારી વકીલ એવાં કાર્તિકેય પારેખ સંપર્ક સાંધતા એવું જણાવેલ કે મોબાઇલ માં કોઈ હિન્દી ભાષી સખ્શ નો ફોન આવ્યો જેમાં દિલ્હી સ્થીત ઊંઇઈ ઓફીસે થી બોલતાં હોય અને લોટરી મેનેજર ની પોસ્ટ પર ખઉ રાજકુમારે ઉપલેટા નાં ભાખ ગામ નાં ખેડૂત એવાં હમીર ભાઈ ભોજા ભાઈ રૂપિયા 25 લાખ ની લોટરી લાગી હોય તેમજ તેમના વોટસ એપ પર લોટરી અધીકારી એ પોતાનું આઇકાર્ડ લાખો રૂપિયા ની રકમ પડી હોવાં નો વિડીયો સાથોસાથ મુંબઈ સ્થિત સફર રોડ બ્રાંચ કોડ નંબર 001 પર 1.16.200 ની રોકડ રકમ જમા કરવા તથા લોટરી રકમ રૂપિયા 25 લાખ મેળવી લેવાં જણાવેલ આ અંગે ભાખ ગામ નાં ખેડૂત એવાં હમીર ભાઈ ભોજા ભાઈ કોઈ દિવસે કોન બનેગા કરોડપતિ નાં નામે ફોન ન કરતાં હોવાં છતાં ઊંઇઈ નાં ફોન આવતાં માર્ગદર્શન માટે ધોરાજી નાં સરકારી વકીલ એવાં કાર્તિકેય પારેખ નો સંપર્ક સાંધતા અને કાર્તિકેય ભાઈ પારેખ નાં માર્ગદર્શન હેઠળ ખેડૂત ચીટર ગેન્ગ નાં છેતરપીંડીનો ભોગ બનતાં બચી ગયા હતાં
આ તકે ધોરાજી સરકારી વકીલ એવાં કાર્તિકેય પારેખ એ જણાવ્યું કે આજના સમયમાં ચીટરોનો રાફડો ફાટ્યો છે ત્યારે આવી ચીટરોની લોભામણી જાહેરાતોથી લોકોએ સાવધાન રહેવું પણ જરૂર બન્યું છે.