પેપર લીક કાંડમાં ગૃહવિભાગ જવાબદાર ગૃહમંત્રી રાજીનામું આપે: કિસાનસભાDecember 08, 2018

ઉપલેટા તા.8
ઉપલેટામાં આજરોજ ગુજરાત કિસાનસભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરા દ્વારા મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર લખી પોલીસ ભરતીકાંડ માટે ગૃહવિભાગ સીધુ જ જવાબદાર હોય ગૃહમંત્રી રાજીનામુ આપે તેવી માંગ કરવામાં આવેલ છે તથા સમગ્ર કૌભાંડમાં માત્ર નાની માછલીઓને પકડવાને બદલે મોટા મગરમચ્છોને પણ જેલહવાલે કરવા જોઇએ તેમજ આ મોટા કૌભાંડમાં દિલ્હી કનેકશન અંગે તપાસ અધિકારી શા માટે મૌન છે. તાજેતરમાં પોલીસ પેપર લીકકાંડ પહેલા મહિલા અને બાળવિકાસ વિભાગમાં 573 સુપરવાઇઝરની ભરતી માટે તા.23-11 ના રોજ પરીક્ષા માટે 3 લાખ બહેનોએ અરજી કરી હતી.
એજન્ટો દરેક જીલ્લામાં પૈસાનું ઉઘરાણું કરી રહ્યા છે. ગાંધીનગરમાં આ બાબતે બહેનો દ્વારા સરકારને રજૂઆત પણ કરી છે. સરકારની દરેક ભરતીમાં લાખો બેરોજગારો નોકરી માટે અરજી કરે છે. તે હકીકત સાબીત કરે છે કે એકલા ગુજરાતમાં જ ર0 લાખથી વધુ શિક્ષિત બેરોજગાર છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતના તમામ બેરોજગારોને રૂપિયા 8 હજાર બેરોજગારી ભથ્થુ આપવા માટે જન આંદોલન કરવામાં આવશે અને તાજેતરમાં જે અરજદારો પરીક્ષા આપવા આવેલ તેને રૂપિયા ર0 હજાર વળતર આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ પત્ર લખી કરવામાં આવી છે.